રાણાવાવ માં વ્યાજખોરી અંગે યોજાયેલ લોકદરબાર માં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે એક પણ ફરિયાદ કે ફરિયાદ અરજી આવી ન હોવાનું પી એસ આઈ એ જણાવ્યું છે
સમગ્ર રાજ્ય માં ગેરકાયદેસર મનીલોન્ડરીંગ એકટીવિટીના કારણે ભોગ બનનારા ઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતાં અટકાવવા તા.૫/૧ થી તા.૩૧/૧ સુધી ઇનલીગલ મની લોન્ડરીંગ એકટીવિટી વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પોરબંદર ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ના અધ્યક્ષ સ્થાને રાણાવાવ મહેર સમાજ ખાતે લોકદરબાર યોજાયો હતો જેમાં મહિલાઓ સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે વ્યાજખોરો ના ત્રાસ અંગે એક પણ ફરિયાદ રજુ થઇ ન હતી પી એસ આઈ જાદવે જણાવ્યું હતું કે જે લોકો કદાચ જાહેર માં માહિતી આપી ન શકે તેને પોલીસ સ્ટેશને આવી ફરિયાદ આપવા જણાવાયું હતું જો કે એક પણ ફરિયાદ હજુ સુધી આવી નથી ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા વ્યાજખોરોના ત્રાસ, સીનીયર સીટીઝન તેમજ બાળકોને લગતાં પ્રશ્નો અંગે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ સખત પગલા ભરી અસરકારક કામગીરી કરવા તેમજ લોકો ના અધિકારોના રક્ષણ માટે જાગૃતી આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રાણાવાવ માં વ્યાજખોરી અંગે યોજાયેલ લોકદરબાર માં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે એક પણ ફરિયાદ કે ફરિયાદ અરજી આવી ન હોવાનું પી એસ આઈ એ જણાવ્યું છે.
સમગ્ર રાજ્ય માં ગેરકાયદેસર મનીલોન્ડરીંગ એકટીવિટીના કારણે ભોગ બનનારા ઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતાં અટકાવવા તા.૫/૧ થી તા.૩૧/૧ સુધી ઇનલીગલ મની લોન્ડરીંગ એકટીવિટી વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે પોરબંદર ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ના અધ્યક્ષ સ્થાને રાણાવાવ મહેર સમાજ ખાતે લોકદરબાર યોજાયો હતો. જેમાં મહિલાઓ સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જો કે વ્યાજખોરો ના ત્રાસ અંગે એક પણ ફરિયાદ રજુ થઇ ન હતી. પી એસ આઈ જાદવે જણાવ્યું હતું કે જે લોકો કદાચ જાહેર માં માહિતી આપી ન શકે તેને પોલીસ સ્ટેશને આવી ફરિયાદ આપવા જણાવાયું હતું. જો કે એક પણ ફરિયાદ હજુ સુધી આવી નથી. ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા વ્યાજખોરોના ત્રાસ, સીનીયર સીટીઝન તેમજ બાળકોને લગતાં પ્રશ્નો અંગે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ સખત પગલા ભરી અસરકારક કામગીરી કરવા તેમજ લોકો ના અધિકારોના રક્ષણ માટે જાગૃતી આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.