પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો નાં અપહરણ નાં પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.
પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ગુજરાત નાં માછીમારોનું અપહરણ કરવામાં આવે છે.ત્યારે ગઈ કાલે પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે.પોરબંદર નાં માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે ગઈ કાલે મેરાજ અલી નામની ફિશિંગ બોટ 7 ખલાસીઓ સાથે તથા અલ અહદ બોટ 6 ખલાસીઓ સાથે ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહી હતી.તે દરમ્યાન પાક મરીન ની પેટ્રોલિંગ શીપ અચાનક ત્યાં આવી ચડી હતી.અને બંદુક નાં નાળચે બન્ને બોટો તથા તેમાં સવાર ૧3 ખલાસીઓ નું અપહરણ કરી કરાચી તરફ લઇ જવાયા હતા.
જેમાં એક બોટ પોરબંદર ની હોવાનું અને ઓખા થી ઓપરેટ થતી હોવાનું જાણવા મળે છે.જયારે બીજી બોટ ઓખા ની છે.તથા તેમાં સવાર ખલાસીઓ વલસાડ,ઉના તથા ગીરસોમનાથ પંથક નાં હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ 29 જાન્યુઆરીએ ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને અવળચંડાઈ કરી તુલસી મૈયા નામની બોટનું 6 ખલાસીઓ સાથે ભારતીય જળ સીમામાંથી અપહરણ કર્યું હતું.અને તેના બે દિવસ બાદ નવસારી ની સત્યવતી બોટ નું 8 ખલાસીઓ સાથે અપહરણ કર્યું હતું.અને ત્યાર બાદ પાંચ ખલાસીઓ ને મુક્ત કરતા તેને સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા હતા.જયારે ત્રણ ખલાસી અને બોટને કરાચી લઇ જવામાં આવી હતી.
વારંવાર બોટો નાં અપહરણ નાં પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.મનીષભાઈ એ જણાવ્યું હતું કે હાલ માં પાક મરીન દ્વારા અપહરણ કરાયેલા ૬૦૦ થી વધુ માછીમારો અને અબજો ની કીમત ની ૧૨૦૦ થી વધુ ફિશિંગ બોટ પાક નાં કબ્જા માં છે.જેથી વહેલીતકે બોટો તથા માછીમારો ને મુક્ત કરાવવા સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.