પોરબંદરના ધરમપુર માં આવેલ કોસ્ટગાર્ડ ના બે રેસીડેન્શીયલ ક્વાર્ટર માં ચાર શખ્સો દ્વારા બે લાખ ના મુદામાલ ની ચોરી અને અન્ય ત્રણ ક્વાર્ટર માં ચોરી નો પ્રયાસ થયો હતો. જે મામલે પોલીસે ભેદ ઉકેલી એક પરપ્રાંતીય શ્રમિક ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના ધરમપુર વિસ્તાર માં આવેલ કોસ્ટગાર્ડના રેસીડેન્શીયલ ક્વાર્ટર માં રહેતા અને મદદનીશ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા સુરજદેવ પરશુરામ પ્રસાદ તથા અન્ય એક જવાન ના કવાટર્ર માં થી ચાર તસ્કરો એ 8-૧૨ ની રાત્રી એ દાગીના અને રોકડ મળી રૂ 1.૯૫ લાખ ના મુદામાલ ની ચોરી કરી હતી. અને અન્ય ત્રણ ક્વાર્ટર માં ચોરી નો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે નજીક માં રહેતા કોસ્ટગાર્ડ જવાન જાગી જતા ચારેય તસ્કરો તેની સાથે ઝપાઝપી કરી પથ્થરો મારી ત્યાં ચપ્પલ મૂકી નાસી ગયા હતા.
જે મામલે એલસીબી એ તપાસ હાથ ધરતા આ ચોરી માં પોસલીયા લક્ષમણ અમલીયાર (ઉ.વ.૩૦ રહે. મુળ કાકડવા ગામ મધ્યપ્રદેશ, હાલ દુધીયા ગામ ભાયાભાઇ આહિરની વાડીમાં તા.કલ્યાણપુર)નામના શખ્સ ની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે કલ્યાણપુર થી તેની ધરપકડ કરી હતી. અને તેની પાસે થી ચોરીમાં ગયેલ સોનાની એક જોડી બુટી,એક સોનાની વીંટી અને એક મોબાઈલ મળી રૂ ૨૮,૪૦૦ નો મુદમાલ કબ્જે કર્યો હતો. અને આ ચોરીમાં અન્ય ત્રણ શખ્સો ની સંડોવણી હોવાથી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.