પોરબંદર
પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં આગેવાનો એ મુખ્યમંત્રી નાં નિવાસસ્થાને મુલાકાત લઇ મહત્વ નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.
તા. ૦૩-૦૨-૨૦૨૨ નાં રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નિવાસસ્થાને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં આગેવાનો ની એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ હતી.તેમા પોરબંદર ની ફિશીંગ બોટો નાં પાર્કિંગ, બંદર ની અંદર ડ્રેજીંગ તેમજ બંદર વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓમાં જે રીપેરીંગ કામો કરવાના છે.તેમના માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવેલ હતી.
જેમા ગુજરાત સરકાર દ્વારા પોરબંદરનાં બંદર નાં જે કાર્યો છે તેમના માટે રૂ. ૬૧ કરોડ મંજુર કરવામાં આવેલ હતા.તેમા બંદર ની અંદર જે બોટો ને વ્યવસ્થિત પાર્કિંગ નથી મળતુ તેમના માટે નવી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે તેમજ બોટો ને અવર જવર માટે ડ્રેજીંગની સમસ્યા ને તાત્કાલીક ધોરણે કરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજુર કરવામાં આવેલ હતા.અને વહેલાસર પોરબંદર ની ફિશીંગ બોટોની સમસ્યાઓ દુર કરવા ફિશરીઝ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ નાં અધિકારીઓને આદેશ કરવામાં આવેલ હતો.તેમજ પોરબંદર સમસ્ત ખારવા સમાજ વાણોટ પવનભાઈ શિયાળ, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી,બોટ એસો સેક્રેટરી રાજુભાઈ બાદરશાહી,કમિટિ સભ્ય જીતેનભાઈ પોસ્તરીયા,ખારવા સમાજ પટેલ મનિષભાઇ શિયાળ,બોટ એસો પુર્વ પ્રમુખ અશ્વિનભાઈ મધુભાઈ જુંગી સહિતનાં આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી.
માચ્છીમારી બોટો માટે નવી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવી,ગુજરાતનાં જે બંદરો માં રેતીનો ભરાવો થયેલ હોય તેમને ડ્રેજીંગ કરી ને દુર કરવો,પોરબંદર માં નવુ ફેઈઝ-2 જુના બંદર ને લગતી જગ્યા બાપા સીતારામ,લકડીબંદર વિસ્તાર માં બનાવવા માટે ચર્ચાઓ કરેલ હતી.સાથે સાથે ગુજરાત ની માચ્છીમારી કરતી ફિશીંગ બોટો ને જે ડીઝલ આપવામાં આવે છે.તેમા હાલ ૨૧૦૦૦ અને ૨૪૦૦૦ લીટર આપવામાં આવે છે.તેમા ડીઝલ ક્વોટા વધારી આપવા માટે માંગણીઓ કરવામાં આવેલ હતી.
તેમજ અગાઉનાં સમય માં જે ફિશીંગ બોટો ને વેટ મુક્ત ડીઝલ ખરીદી કરવા માટે કોઈપણ મંડળીઓનાં ડીઝલ પંપો ઉપરથી જે ખરીદી કરી શક્તા તેવી રીત બોટ માલિકો તેમની ફિશીંગ બોટો માટે ડીઝલ ની ખરીદી કરી શકે તેવી પણ રજુઆતો કરવામાં આવેલ હતી.આ તમામ રજુઆતોની સાથે સાથે બોટ માલિકોને કે.સી.સી લોન જે સરળતા થી મળવી જોઈએ તેમજ ઓ.બી.એમ હોડી માલિકોને તેમની હોડીઓમાં વપરાતા કેરોસીન અને પેટ્રોલ ઉપર પ% સબસીડી મળવી જોઈએ તેવી રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ તેમનો કિંમતી સમય માચ્છીમાર આગેવાનો ને આપી ને ચર્ચાઓ કરતા આ તમામ પ્રશ્નોનોનું વહેલીતકે નિરાકરણ લાવવા ખાત્રી આપવામાં આવેલ હતી.તે બદલ પોરબંદર મારછીમાર બોટ એસોસીશને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.