પોરબંદર માં કચરો ઉપાડવા બાબતે વિદ્યાર્થી તથા માસી પર હુમલો કરવા અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના મેમણવાડા વિસ્તાર માં રહેમાની મસ્જીદ પાસે રહેતા ફરજાનાબેન અબ્દુલ્લાં મહમદુસૈન પઠાણ ( ઉ.વ.૩૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આજે બપોર ના સમયે તેની નાની બહેન રૂમેજા નો પુત્ર રેહાન સ્કુલેથી ઘરે જતો હતો. ત્યારે તેનો કંપાસ ઇબ્રાહીમ ઉમરભાઇ ર સંધારના ઘર સામે પડી જતા રેહાને તે કંપાસ ત્યાં તોડીને ફેંકી દીધો હતો. ત્યારે ઇબ્રાહીમ ની પુત્રી સાબેરા ઘર ની બહાર ઉભી હોવાથી તેણે કંપાસ નો કચરો ઉપાડી લઇ તેના ઘરે નાખી દેવા જણાવ્યું હતું.
અને ગાળાગાળી કરી હતી રેહાન તેના એપાર્ટમેન્ટના ડેલા પાસે પહોંચ્યો ત્યારે ઇબ્રાહીમ ના પુત્ર મુર્તજા અને સાજીદ સંઘાર તેના ઘરે લઇ ગયા હતા. જે અંગે ની જાણ થતા ફરજાનાબેન તુરંત ઇબ્રાહીમના ઘરે દોડી ગયા હતા. ત્યારે રેહાન સાથે ઈબ્રાહીમ સંઘાર તથા બન્ને પુત્રો મુર્તજા અને સાજીદ તથા પુત્રી સાબેરા ઝપાઝપી કરતા હતા. આથી ફરજાનાબેન વચ્ચે પડી રેહાન ને છોડાવતા સાજીદ સંધારે તેની આબરૂ લેવાના ઈરાદે તેઓએ ઓઢેલ ઓઢણી ખેંચી થપ્પડ મારી હતી. તે દરમ્યાન તેની નાની બહેન રૂમેજા તથા ભાભી ફાતેમા પણ આવી જતા તેઓને પણ ઢોર માર માર્યો હતો પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.