Wednesday, February 5, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવમાં વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ વપરાશ માટેના ગેસના બાટલાના ઉપયોગ પર પ્રતિબંધ

રાણાવાવ માં વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થું વપરાશ ના ગેસ ના બાટલા ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
રાણાવાવ મામલતદારે પાઠવેલ યાદી માં જણાવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુ ધારો-૧૯૯૫ની કલમ-૭ અને પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-૨૦૦૦ની કલમ-૭)ને ધ્યાને લેતા વાણિજ્યિક હેતુ અને ઉપયોગ માટે ઘરગથ્થુ વપરાશ અંગેનો ગેસનો બાટલો વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. આથી ઘરગથ્થુ વપરાશ અંગેના બાટલા હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા,ફરસાણની દુકાનો,ફાસ્ટફુડની દુકાનો,ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ માટે ગેસનો બાટલો વાપરી શકાશે નહી. જેથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા,ફરસાણની દુકાનો,ફાસ્ટફુડની દુકાનો,ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ સાથ સંકળાયેલા તમામને રાંધણગેસ સિલિન્ડર ઘરગથ્થુ સિવાયના વ્યાપારિક હેતુ માટેના ગેસના બાટલાનો ઉપયોગ કરવાનો રહેશે. અન્યથા અન્યથા નાણાકીય દંડ તથા કેદની સજા થશે તેમ પણ જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે