રાણાવડવાળાના હનુમાનવાડી વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસમાં દોઢ માસ પૂર્વે રાત્રી ના સમયે ધાડપાડુઓ ત્રાટકયા હતા. દસ જેટલા શખ્શો દાગીના, મોબાઈલ રોકડ ઉપરાંત મોટરસાયકલ ઉઠાવી ગયા હતા.જે મામલે પોલીસે તપાસ હાથ ધરી એક સગીર સહીત બે પરપ્રાંતીય ને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
રાણાવડવાળા ગામની હનુમાનવાડી વિસ્તારની સીમમાં નીહાર ફાર્મહાઉસ ખાતે રહેતા અને ખેતીકામ કરતા લાલજીભાઈ ડાયાભાઈ લગધીર(ઉવ ૫૫) ગત તા. ૨૦/૧૧ની રાત્રે પરિવાર સાથે વાડીએ સુતા હતા. તે દરમીયાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં વાડીના કુતરાઓ એકદમ ભસવા લાગ્યા હતા. આથી લાલજીભાઈ ની પત્ની જમના તથા પુત્રવધુ હર્ષીતા મકાનનો દરવાજો ખોલી ફળીયામાં જોવા જતા ૮-૧૦ શખ્સો હતા. તેઓએ બન્ને ને પકડી ઢસડીને ઘરની ઓસરીમાં લાવ્યા હતા. જેથી લાલજીભાઈ તેને છોડાવવા વચ્ચે પડતા તમામ શખ્સો એ આડેધડ ઢીકા પાટુનો માર મારી ઘરમાં ઢસડી જઈ રૂમ માં પૂરી દીધા હતા.
જેમાં બે શખ્શ પાસે છરી તેમજ બીજા શખ્સો પાસે લાકડાના ધોકા હતા. તેના વડે તમામ ને આડેધડ માર માર્યો હતો. અને લાલજીભાઈ ના ખિસ્સા માંથી પાકીટ ઝુંટવી લીધું હતું. તેમજ જમનાબેને કાનમાં પહેરેલ સોનાની બુટી જેનું વજન આશરે એક તોલાનું હતી તે કાઢી લીધી હતી. તથા પતી પત્ની નો મોબાઈલ લઇ લીધો હતો. ઘરનો સામાન વેરવિખેર કરી બધા ને ઘરમાં પુરી જેમ ફાવે તેમ ગાળો કાઢી જતા રહ્યા હતા. અને બહાર ના ભાગે સુતેલા તેના પુત્ર યોગેશને પણ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- અને મોબાઈલ પણ ઝુંટવી ગયા હતા. અને ઘર પાસે પડેલ બાઈક પણ લઇ ગયા હતા. આમ કુલ રૂ ૮૨,૫૦૦ ના મુદામાલ ની લુંટ કરી હતી. તમામ શખ્સો હીન્દી ભાષા બોલતા હતા અને શરીરે પાતળા બાંધાના અને પેન્ટ-શર્ટ પહેરેલ હતા પોલીસે ગુન્હો નોંધી આ શખ્સો પરપ્રાંતીય ટોળકી હોવાની શક્યતા ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
ગઈકાલે એલ.સી.બી. ના પી આઈ એચ.કે.શ્રીમાળી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ધાડ ના આરોપી વરવાળા થી કેરાળા જતા રોડ ઉપર સોલાર ફાર્મ પાસે બાપોદર ગામની સીમમાં રહેતા જયેશ હાજાભાઇ બાપોદરાની વાડીમાં મજુરીકામ કરતા મધ્યપ્રદેશના મજુરો ભુરલો તથા બદરૂ છે. તથા ધાડમાં ગયેલ મુદામાલ બંન્નેએ વાડીની રહેણાંક ઓરડીમાં સંતાડ્યો છે. આથી પોલીસે ત્યાં દરોડો પાડી ભરલા માંગલ્યા મસાણીયા (ઉ.વ.૩૭ રહે. મુળ જાઇ ગામ ચોકીદાર ફળીયુ તાલુકો કુકશી મધ્યપ્રદેશ) તથા એક સગીર ને ઝડપી લઇ તેની પાસે થી ધાડ માં ગયેલા 2 મોબાઈલ,૧૪૦૦૦ ની રોકડ તથા બાઈક મળી રૂ ૪૯૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને ધાડ માં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પુછપરછ હાથ ધરી છે
પકડાયેલ મુદામાલ :-
(૧) ધાડમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૩૫૦૦/-
(૨) ધાડમાં ગયેલ રોકડા રૂ. ૧૪,૦૦૦/-
(૩) ધાડ કરવામાં ઉપયોગ કરેલ સ્પ્લેન્ડર મો.સા.-૧ કી.રૂ. ૨૫,૦૦૦/- (૪) અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૬૫૦૦/-
આરોપી :-
(૧) ભુરલા માંગલ્યા મસાણીયા ઉ.વ.૩૭ રહે. મુળ જાઇ ગામ ચોકીદાર ફળીયુ તા. કુકશી જીલ્લો ધાર મધ્યપ્રદેશ હાલ વરવાળા થી કેરાળા જતા રોડ ઉપર સોલાર ફાર્મ પાસે બાપોદર ગામની સીમ જયેશભાઇ બાપોદરાની વાડીએ તા.રાણાવાવ જી. પોરબંદર,
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરીમા પોરબંદર LCB PI એચ.કે.શ્રીમાળી, ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, HC જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ આહિર, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, કુલદિપસિંહ જાડેજા, કરશનભાઇ મોડેદરા, PC દિલીપભાઇ મોઢવાડીયા, WHC નાથીબેન ઓડેદરા વિગેરે રોકાયેલ હતા.
