પોરબંદર રોટરી ક્લબને ૧૦૦ ટકા ડોનર કલબનો ખિતાબ મળ્યો છે. ૬૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બહુમાન મળ્યું છે.
પોરબંદર માં રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમાજોપયોગી અનેકવિધ કાર્યો કરવામાં આવે છે. અને વિવિધ પ્રોજેક્ટ માટે દાન આપવામાં આવે છે. આ અંતર્ગત રોટરી ક્લબ ઓફ પોરબંદરના ૧૦૦ ટકા સભ્યોએ રોટરી ફાઉન્ડેશનને નાણા દાન માં આપીને ૧૦૦ ટકા ડોનર ક્લબનું ટાઇટલ મેળવ્યું હતું. રોટરી ક્લબ પોરબંદરના ૬૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ ખિતાબ કલબને પ્રાપ્ત થયો છે. ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં એક સમારોહમાં કલબ વતી પ્રમુખ પૂર્ણેશ જૈનને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ ડોનેશન સિવાય સભ્ય હર્ષિત રૂઘાણી, પૂર્ણેશ જૈન, અનિલરાજ સિંઘવી, જીજ્ઞેશ લાખાણી, રોહિત લાખાણી અને જયેશ પત્તાણી તરફ થી રોટરી ફાઉન્ડેશનમાં ૧૦૦ ડોલરનું યોગદાન આપવામાં આવ્યું હતું. રોટરીક્લબ ની આ સિદ્ધિ બદલ શહેરીજનો એ પણ અભિનંદન પાઠવ્યા હતા
