Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાજકોટ થી અપહરણ થયેલ યુવાન ને પોલીસે પોરબંદર માંથી મુક્ત કરાવ્યો:જાણો શું હતો મામલો

રાજકોટ માંથી તા. ૨૬ ના રોજ અપહરણ કરાયેલા યુવાન ને પોરબંદર પોલીસે શહેર ના ત્રણ માઈલ થી જુબેલી જતા વિસ્તાર માં કાર માંથી મુક્ત કરાવ્યો હતો. અને અપહરણ કરનાર ત્રણ શખ્શો ને પણ ઝડપી લીધા છે.

તા ૨૬ ના રોજ રાજકોટની ગોંડલ ચોકડીથી ટૂ વેલ્યુ તરફ જવાના રસ્તે પેટ્રોલપંપ ની બાજુમાંથી એક બ્લેક કલરની કારમા વાહીદ નામના વ્યક્તિનું અપહરણ કરાયું હોવાનો લોગ પોરબંદર પોલીસ ના કંટ્રોલરૂમમા પાસ થયો હતો. જે લોગ આધારે વોચમા રહેવા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સુચના અપાઈ હતી. જેના આધારે કીર્તિમંદીર પીએસઆઈ વી.પી.પરમાર, ઇન્ચાર્જ પી આઈ એચ.બી.ધાંધલ્યા તથા વિવિધ પોલીસ મથક નો સ્ટાફ નાઇટ રાઉન્ડમા હતોતે દરમ્યાન કાળા કલરની કાર ત્રણ માઇલથી જુબેલી તરફ જતી હોવાની માહિતી મળી હતી.

આથી નાઈટ રાઉન્ડ ના સ્ટાફે તે કાર અટકાવી હતી. કાર માં ચાર શખ્સો માંથી ત્રણ શખ્સો રાજુ દેવશી ઓડેદરા (રહે.ગીતાનગર પોરબંદર),રાજુ લીલા ઓડેદરા (રહે.દેગામ પોરબંદર),રાયદે દેવશી ઓડેદરા (રહે.ગીતાનગર) એ ગોંડલ ના ખોડીયાર નગર વિસ્તાર માં રહેતા વાહીદ ઇબ્રાહીમ સોરાનું અપહરણ કરી પોરબંદર લઇ આવ્યા હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે વાહીદ ને મુક્ત કરાવ્યો હતો. અને ત્રણેય આરોપીઓ ની અટક કરી ૫,૨૫,૦૦૦ ની કીમત ની કાર તથા ૧,`૧૦,૦૦૦ ની કીમત નો આઈફોન કબ્જે કરી રાજકોટ તાલુકા પોલીસ મથક ને જાણ કરી હતી.

શું હતો મામલો

ગોંડલ ચોકડી પાસેથી કાર લે-વેચ કરતા વાહદિ ઇબ્રાહીમ સોરા નામના 25 વર્ષના યુવાનનું પોરબંદરના મિલન નિમાવત, રાજ ઓડેદરા સહિત દસ જેટલા શખ્સો બે અલગ અલગ કાર લઇને આવી અપહરણ કર્યાની ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતા સિકંદર ઇસ્માઇલભાઇ સુમરાએ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોતાની પાસે રહેલો એક લાખની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

કાર લે-વેચનો વ્યવસાય કરતા ઇમરાન પાસે પોરબંદરના મિલન નિમાવત રૂા.10 લાખ માગતો હોવાતી ઇમરાનની તપાસ માટે ગોંડલ ચોકડી પાસે આવ્યાનો વાહીદ સોરાને બોલાવ્યો હતો. ત્યારે તેની સાથે સિકંદર ઇસ્માઇલ સુમરા પણ ગોંડલ ચોકડીએ સાથે ગયો હતો. મિલન નિમાવત સાથે આવેલા દસ જેટલા શખ્સોએ વાહિદને કારમાં બળજબરીથી બેસાડી દેતા સિકંદર તેને છોડાવવા વચ્ચે પડયો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેને ધક્કો મારી પછાડી દઇ તેના હાથમાંથી એક લાખની કિંમતનો મોબાઇલ લઇને પોરબંદર તરફ ભાગી ગયાનું પોલીસને જણાવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ. વાય.બી.જાડેજા, તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.જે.રાણા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સીસીટીવી ફુટેજ તપાસ કરતા મિલન નિમાવત સહિતના શખ્સો વાહિદને કારમાં બળજબરીથી અપહરણ કરતા ફુટેજ મળ્યા હતા.

સિકંદરની સાથે મોબાઇલમાં અપહરણકારોએ વાત કરી ઇમરાન પાસે રૂા.10 લાખ માગે છે. તેના રૂા.12 લાખ આપવામાં નહી આવે તો વાહિદની હત્યા કરી નાખશુ તેવી ધમકી દીધી હતી. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે પગેરૂ દબાવ્યું હતું તેમજ પોરબંદર પોલીસને પણ એલર્ટ કર્યા હતા.અને પોરબંદર પોલીસે ત્રણ આરોપી ને ઝડપી લીધા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે