પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇને પોરબંદર જીલ્લાના મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા સ્નીફર ડોગને સાથે રાખી ચેકીંગ હાથ ધર્યું હતું.
હાલની પરિસ્થિતી ધ્યાને લઇ દરીયાઇ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા માટે તેમજ આંતરીક સુરક્ષા પરીસ્થીતી ને ધ્યાને લઇ તેમજ નશીલા પદાર્થોનો વ્યાપ રોકવા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા એસ.ઓ.જી ના ઇન્ચાર્જ પી આઈ એચ.બી.ધાંધલ્યાને સુચના આપવામાં આવી હતી. જેના આધારે નાર્કોટીકસ અને એક્સ્પ્લોઝીવ ની તપાસ હાથ ધરી શકાય તે માટે રાજકોટ થી ખાસ બે સ્નીફરડોગ પોરબંદર ખાતે મંગાવ્યા હતા.
શહેરના બંદર વિસ્તાર, રેલ્વે સ્ટેશન,એસ.ટી.બસ સ્ટેશન જેટી, અસ્માવતી ઘાટ તથા સામા કાંઠા વિસ્તારમાં ફીશીંગ કરીને આવેલ બોટો તથા પીલાણાની સધન રીતે સ્નીફર ડોગ દ્રારા નાર્કોટીકસ લગત તથા એક્સ્પ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને મચ્છીના દંગાઓ, લેન્ડીંગ પોઇન્ટો, વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ તથા ડ્રગ્સ પેડલરના રહેણાંક મકાને સ્નીફર ડોગનો ઉપયોગ કરી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદરહું કામગીરીમાં સદરહું કામગીરીમાં I/C PI એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઇ.કે.બી.ગોરાણીયા એમ.એચ.બેલીમ તથા પો.હેઙકોન્સ સરમણભાઇ સવદાસભાઇ, રવીભાઇ ચાંઉ હરદાસભાઇ ગરચર મોહીતભાઇ ગોરાણીયા તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ ભીમાભાઇ ઓડેદરા રોકાયેલ હતા. ડોગ હેન્ડલર આર્મ્ડ હેઙ.કોન્સ ઇન્દ્રીસભાઇ.વી.ચોટીયારા તથા વિરભદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.



