હૈદ્રાબાદ ખાતે યોજવામાં આવેલ ક્રાફ્ટ મેલામાં પોરબંદરના કલાકારો એ ગુજરાતની લોકનૃત્ય સંસ્કૃતિ ઉજાગર કરી ગરબા, ટીપ્પણી, હુડો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા.જેમાં મહાત્મા ગાંધીજી ના સ્વચ્છતા ના સંદેશ પર આધારિત ગાંધી રાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.
હૈદ્રાબાદ ખાતે યોજવામાં આવેલ ક્રાફ્ટ મેલામાં પોરબંદરના કલાકારો એ ગુજરાતની લોકનૃત્ય સંસ્કૃતિ ઉજાગર કરી ગરબા, ટીપ્પણી, હુડો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. જેમાં મહાત્મા ગાંધીજી ના સ્વચ્છતા ના સંદેશ પર આધારિત ગાંધી રાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.
તેલંગના ના શીલપરામમ આર્ટ્સ, ક્રાફ્ટસ એન્ડ કલચર સોસાયટી દ્વારા હૈદરાબાદ ખાતે ઓલ ઇન્ડિયા ક્રાફ્ટ મેળો યોજાયો હતો. તારીખ ૧૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાયેલા આ ક્રાફ્ટ મેળા માં ભારત ના અલગ અલગ રાજ્યો ગુજરાત, આસામ , વેસ્ટ બેંગલ , તેલંગના , કર્ણાટકા , મહારાષ્ટ્ર જેવા રાજ્યો પોતાના રાજ્યો લોક નૃત્યો પ્રદર્શિત કર્યા હતા. તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના કલાકારો આ ઓલ ઈંફિયા ક્રાફ્ટસ મેલા 2022 માં ભાગ લેવા આવ્યા હતા.
આ નેશનલ લેવલના સાંકૃતિક હસ્તકલા ઉત્સવ માં ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ૧૫ થી ૧૮ ડિસેમ્બર સુધી ગુજરાત સરકાર, કમિશનર કચેરી સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્રારા પોરબંદરની “સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ” ના ડાયરેકટર હરેશ મહેન્દ્રભાઈ મઢવી ને પ્રતિનિધિત્વ સોપવામાં આવેલ હતું. આ તેલંગના હૈદરાબાદના શીલપરામમ આર્ટસ ક્રાફ્ટસ અને કલચર સોસાયટીના આ મહોત્સવમાં પોરબંદર ની સંસ્કૃતિ પરર્ફોર્મિંગ આર્ટ એ તેમની કલા દ્વારા દેશ વિદેશોથી આવેલ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ સાંસ્કૃતિક ઉત્સવમાં ગુજરાત ની પ્રાચીન -અર્વાચીન સંસ્કૃતિ ને પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગરબો, ટિપ્પણી, હુડો, મિશ્રરાસ, રાસડો, ગાંધી રાસ તેમજ ગુજરાતની ઓળખ એવા રાસ ગરબા વગરે જેવા પરફોર્મન્સ રજુ કર્યા હતા. તેમજ આ ઉત્સવમાં ખાસ કરીને આઝાદીના લડવૈયા પરમપૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી ને યાદ કરતા “ગાંધી રાસ” ની કૃતિ હરેશ મઢવી દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવી હતી. અને લોકનૃત્ય ની સાથે સાથે “ગાંધી રાસ” માં મહાત્મા ગાંધીજી એ આપેલ સ્વરછતાનો મેસેજ પણ આપ્વામાં આવ્યો હતો.
તેલંગના રાજ્ય તેમજ ભારત ભરના કલાકારોમાં આ ગાંધી રાસ કૃતિ એ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું ,આ ઉપરાંત ગુજરાત રાજ્યના સાંકૃતિક વિભાગ દ્વારા પોરબંદરની “સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ” ટિમને આ સોનેરી તક મળી હતી. તેમાં હરેશ મઢવી એ પોરબંદર અને વેરાવળ સોમનાથ ના કલાકારો ને આ હૈદરાબાદ ઉત્સવમાં ગુજરાતની સંસ્કૃતિને પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો હતો. જેમાં વંદના ચોરવાડી , વિદ્યા ચોરવાડી , કલ્પેશ કુહાડા, જય દોલરીયા , ધર્મેશ વાયળુ , વિધિ વાયળુ, મયુર ચુડાસમા , હિતેશ મઢવી , ભવ્ય રાનીંગા, પુનિત દાઉદિયા , માયા જુંગી , હેતવી ભોગાયતા ,વિશ્રુતિ ભદ્રેચા વગેરે કલાકારો એ આ હસ્તકલા અને સાંકૃતિક ઉત્સવમાં સફળતા પૂર્વક ભાગ લઈ પોરબંદર ,વેરાવળ-સોમનાથ તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું હતું.
પોરબંદર જીલ્લા ના વિવિધ સમાચારો વોટ્સેપ પર મેળવવા pt લખી ૯૯૨૪૧ ૮૭૩૮૩ પર મેસેજ કરો અને વોટ્સેપ ગ્રુપ માં જોડાવા ની લીંક મેળવી રહો અપડેટ તમામ સમાચારો થી