પોરબંદર
રાણા વાડોત્રા ગામે 50 વર્ષ પહેલા ગ્રામ પંચાયત પાસે થી ખરીદેલી જમીન મામલે પોરબંદર કોર્ટ દ્વારા જમીન માલિકો ને સનદ આપવા ચુકાદો આપ્યો છે.
રાણાવાવ તાલુકાના વાડોત્રા ગ્રામ પંચાયત હસ્તકની મીણસાર નદીના કાંઠા ઉપર આવેલી જગ્યામાં પંચાયત દ્વારા 30 અલગ અલગ પ્લોટો પાડી જાહેર હરરાજીથી વેચાણ કરેલ હતાં.અને તે અન્વયેનો નકશો તાલુકા વિકાસ અધિકારી રાણાવાવ દ્વારા મંજુર કરેલ હતો.અને આ પ્લોટોની હરરાજી તા.16/3/1971 નારોજ થયેલી હોય.અને જે તે વખતે જ પ્લોટ ખરીદનારા નાથા વેલજી તથા ૫૨બત કારાએ ખરીદ કરેલ પ્લોટ નં.9 તથા પ્લોટ નં.14 ની કિંમત નિયમ મુજબ ભરપાઈ કરી આપેલી હોય અને હ૨૨ાજીની શરતો મુજબ 30 દિવસમાં પ્લોટની તમામ કિંમત ભરપાઈ કરી આપેલી હોય અને પ્લોટનો કબ્જો પણ જે તે વખતે હરરાજીમાં ખરીદનારા બંનેને સોંપી આપેલો હોય અને તે રકમમાંથી જે તે વખતે વાડોત્રા ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટમાં તે રકમ નો ઉપયોગ પણ કરી નાંખેલો.
હરરાજીમાં ખરીદ કરેલી જગ્યા હોવા છતાં તેની સનંદ નહીં આપતા પ્લોટોના માલીકો વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી મારફતે પોરબંદરની પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટમાં અલગ અલગ માલીકો વત્તી 4 દાવાઓ દાખલ કરેલા હતાં.પરંતુ નીચેની કોર્ટ દ્વારા કાયદાનું ખોટુ અર્થધટન કરી 30 વર્ષ પછી દાવાઓ કરેલ હોવાનુ જણાવી દાવાઓ નામંજુર કરેલા હતાં.અને તે અન્વયે આ 4 અરજદારો દ્વારા તેમના એડવોકેટ મારફતે જીલ્લા અદાલતમાં અપીલો દાખલ કરેલી હતી.અને જમીન મહેસુલ અધિનિયમની કલમ–133 ની જોગવાઈઓ મુજબ સનંદ આપવાની કામગીરી સરકારી અધિકારીઓએ કરવાની હોય છે.અને તે કાર્યવાહી ન કરે તો તેમાં અરજદારનો વાંક ગણી શકાય નહીં.
અને તે રીતે નીચેની કોર્ટ દ્વારા કાયદાનું ખોટુ અર્થઘટન કરેલ હોય.અને જયારે અરજદારનો કોઈ વાંક ગુન્હો જ ન હોય અને સ૨કારી અધિકારી દ્વારા નિયમ મુજબ સમયસર કાર્યવાહી કરેલ ન હોય તો તે અન્વયે ગમે ત્યારે દાવો થઈ શકે અને લીમીટેશન એકટ લાગુ પાડી શકાય નહીં.તે સંબંધે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજુ કરી અને સરકારી અધિકારીઓએ નિયમ મુજબ કામ કરેલ ન હોય.તેનો ભોગ સામાન્ય માણસ બનતો હોય તે સંબંધે વિગતવાર આધાર પુરાવાઓ સાથે દલીલો કરતા ડીસ્ટ્રીકટ કોર્ટ દ્રારા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ નીચેની કોર્ટનો હુકમ રદ કરી તમામ અપીલો અંશતઃ મંજુર કરી અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી અને સનંદો આપવાની પ્રક્રિયા કરવી અને કબજો લેવો નહીં.તેવો હુકમ કરેલ છે.આ કામમાં અપીલકર્તા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.
જુઓ આ વિડીયો