પોરબંદર જીલ્લા માં પ્રધાનમંત્રી કિશાન યોજના નો લાભ મેળવવા જીલ્લા માં બાકી રહેલા ૨૮.૦૮૨ ખેડૂતો ને ફરજીયાત ઈકેવાયસી કરવા અપીલ કરાઈ છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના હેઠળ પોરબંદર જિલ્લામા ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬,૦૦૦/ ની સહાય ત્રણ હપ્તામાં સરકાર દ્રારા ચુકવવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “ઈકેવાયસી” કરાવવાનું હોય છે. જે નહી કરાવેલ જિલ્લાના ૨૮,૦૮૨ ખેડૂતોને હવે પછીનો રૂ. ૨ હજારનો હપ્તો ચૂકવવામા નહીં આવે. આથી આ ખેડૂત લાભાર્થીઓ હવે પછીના આ હપ્તાની રકમ મેળવવા માટે ઇ-ગ્રામ કેન્દ્ર/સીએસસી સેન્ટર/પોસ્ટ પેમેન્ટ બેંક અથવા ખેડૂતો પી.એમ કિસાન પોર્ટલ પર ફોર્મ ભરવા જણાવાયું છે. આથી બાકી રહેલ ૨૮,૦૮૨ ખેડુતોને વહેલી તકે ફરજીયાત “ઇકેવાયસી” કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.