પોરબંદર
ધંધુકા નાં યુવાન ની હત્યા મામલે એટીએસ દ્વારા પોરબંદર નાં એક શખ્શ ની ધરપકડ કરાઈ છે.આ શખ્સ પર અગાઉ પણ પોરબંદર માં બે ગુન્હા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
ધંધુકા નાં કિશન ભરવાડ ની હત્યા પહેલા પોરબંદર નાં સાજણ ઓડેદરા ની હત્યા નું કાવતરું મૌલાના અયુબ સહિતના કિશન નાં હત્યારાઓ એ ઘડ્યું હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવતા એટીએસ ની ટીમે આ મામલે પોરબંદર નાં સ્ટેટ લાયબ્રેરી પાછળ રહેતા મહમદ હુસેન કાસમ ચૌહાણ ની ધરપકડ કરી છે. સાજણ ઓડેદરા ગત મે-૨૦૨૧ માં ઈંસ્ટાગ્રામ માં લાઈવ ચાટ દરમ્યાન મુસ્લિમ ધર્મ વિષે ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યો હોવાથી મૌલાના અયુબે તેની હત્યા કરવા નિર્ણય લીધો હતો.અને તેના માટે તે ગત જુન માસ માં શબીર ને સાથે લઇ પોરબંદર આવ્યો હતો.
અને અહી તે મહમદ હુસેન ને મળ્યો હતો.અને મહમદ હુસેને તેને સાજણ નું ઘર બતાવ્યું હતું.પરંતુ તે સમયે સાજણ જેલ માં હોવાથી તેના મનસુબા પાર પડ્યા ન હતા.નહિતર કિશન પહેલા સાજણ ની હત્યા થઇ હોત.અયુબ સહિતનાઓ એ સાજણ નાં ઘર ની રેકી કરી હતી.અને મહમદ હુસેને તેઓને પોરબંદર ખાતે રહેવા જમવાની સુવિધા પણ પૂરી પાડી હોવું પણ એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે.મહમદ હુસેન મિસ્ત્રી કામ કરે છે અને તેણે અગાઉ સાજણ નાં ઘરે મિસ્ત્રી કામ કર્યું હોવાથી તેના ઘર થી સારી રીતે પરિચિત હતો.એટીએસે ઝડપેલા પોરબંદર નાં હુસેન કાસમ ચૌહાણ અને જાણીતા બિલ્ડર યુસુફ પુંજાણી સામે 2018 મા સામાજિક કાર્યકર સલીમ સુર્યા નાં ઘર પર તોડફોડ અને બાઈક સળગાવવા મામલે ગુન્હો નોંધાયો હતો.એ સિવાય હુસેન પર લોકડાઉન દરમ્યાન જાહેરનામાં ભંગ નો પણ ગુન્હો નોંધાયો છે.