પોરબંદરની ઇનરવ્હીલ ક્લબ દ્વારા ચેરમેનની ક્લબની સત્તાવાર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સિપ્રા ચક્રવર્તીએ પોરબંદરની ઇનરવ્હીલ ક્લબની મુલાકાત લીધી હતી. સત્તાવાર મુલાકાત દરમિયાન ચેરમેને ક્લબની કામગીરીને લગતા તમામ કાગળોનું અવલોકન કર્યું અને ક્લબ દ્વારા કરવામાં આવેલા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ્સની વિગતવાર રજૂઆત પણ નિહાળી હતી. આ ઉપરાંત આશા હોસ્પિટલના નવ નિર્મિત NICUની તેમજ આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત કરેલી અને તેઓ તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.
ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ મીના મજીઠીયા અને ક્લબ સેક્રેટરી સીમા સિંઘવી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સત્તાવાર મુલાકાત દરમિયાન ચેરમેને ક્લબની કામગીરીને લગતા તમામ કાગળોનું અવલોકન કર્યું અને ક્લબ દ્વારા કરવામાં આવેલા 42 જેટલા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ્સની વિગતવાર રજૂઆત પણ નિહાળી હતી. એમણે ક્લબને તેના સમર્પિત પ્રયત્નો અને પ્રોજેક્ટ્સ સંબંધિત ઉત્તમ પેપરવર્ક માટે પ્રશંસા કરી. આ પ્રસંગે એમણે ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદરના બુલેટીન એડિટર પુજા બારાઈ દ્વારા તૈયાર કરવામા આવેલા બુલેટીન “ચક્ર” નું પણ અનાવરણ કર્યું હતું.
ચેરમેનનો પરિચય ગરિમા જૈન દ્વારા આપવામાં આવ્યો હતો અને સમારોહનું સંચાલન ઇલા ઠક્કર અને જીજ્ઞા લાખાણીએ કર્યું હતું. આભાર વિધિ હેતલ શાહે કરી હતી. ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ મીના મજીઠીયાએ તમામ મહેમાનો અને સભ્યોને આવકાર્યા હતાં. અને ભવિષ્યના પ્રોજેક્ટ વિશે તેમના વિઝન અને મિશનની વિગતો આપી હતી. રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈને ઇનરવ્હીલ ક્લબના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને રોટરી ક્લબના કાર્યક્રમોમાં અદ્ભુત સહયોગ બદલ આભાર માન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઇનરવ્હીલ ક્લબ અને રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શ્રી દશા શ્રીમળી વણિક સમાજની વાડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન રોટેરિયન વિજય મજીઠીયાએ કર્યું હતું. આ ઉજવણી ઉપરાંત એક સેલિબ્રેશન ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબના મેમ્બર્સ હાજર હતા. સિપ્રા ચક્રવર્તીએ આશા હોસ્પિટલના નવ નિર્મિત NICUની તેમજ આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત કરેલી અને તેઓ તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.



