પોરબંદરના દરિયામાં ૭ જાન્યુઆરી થી બે દિવસીય નેશનલ સી સ્વીમીંગ કોમ્પિટિશન યોજાશે. તે પહેલા તા ૨૫ ડીસેમ્બર ના રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે.
પોરબંદર ચોપાટી ખાતે બે દાયકા થી વધુ સમય થી શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા વિનામૂલ્યે સ્વિમિંગ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસ માં રાષ્ટ્રીય કક્ષા ની દરિયાઈ તરણ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તા. 7 અને તા. 8 જાન્યુઆરી 2023માં નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા ના પ્રમુખ દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આ વખતે પણ 1 કિમી, 2 કિમી, 5 કિમી અને 10 કિમી ની સ્પર્ધા યોજાશે તેમજ પેરા સ્વીમરો માટે પણ ખાસ 5 કિમીની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં મોટી સંખ્યા માં દેશભર ના તરવૈયાઓ કડકડતી ઠંડી માં સમુદ્ર ના મોજા સાથે બાથ ભીડશે.
દર વખત ની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલા ઓપન પોરબંદર સી સ્વીમીંગ કોમ્પીટીશન યોજાશે. જેનું આયોજન આગામી તા. 25 ડિસેમ્બરના રોજ કરાયું છે. જેમાં સમગ્ર જિલ્લા માંથી ભાઈ –બહેનો ઉપરાંત બાળકો અને વડીલો પણ ભાગ લેશે. આ સ્પર્ધા 1 કિમી અને 10 કિમીની રાખવામાં આવી છે. છેલ્લી તા ૨૦ ડીસેમ્બર સુધી સ્પર્ધકો આ સ્પર્ધા માં ભાગ લેવા નામ નોંધાવી શકશે.