પોરબંદર ના શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર ગૌશાળા ના લાભાર્થે જીઆઇડીસી વિસ્તાર માં ફટાકડા મોલનું આયોજન કરેલ હતું. આ સેવાકીય કાર્યમાંથી જે આવક થઈ છે. તે સંસ્થા દ્વારા સાર્વજનિક રીતે રજૂ કરી છે.
સંસ્થા ના નીલેશભાઈ રૂઘાણી એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યમાંથી કુલ ખર્ચ બાદ કરતા 5 લાખ 30 હજાર રૂપિયાનો નફો થયેલ હતો. આ આવક માંથી 3,05,000 આનંદ ગૌશાળા (બાપુ ની ગૌશાળા)મીલપરા ખાતે ખર્ચ કરવામાં આવેલ છે. તેની વિગત ફેબ્રિકેશન કામ પેટે ₹1,3,000 તેમાં ભાંગી ગયેલા ડેલા નવા બનાવવા તેમજ નવા 10 ડેલા બનાવી અર્પણ કરેલ. ગૌ માતાને રહેવા માટે નાનકડો સેડ બનાવવા વિગેરે,કડિયા કામ પેટે રૂપિયા 1,02,000 ખર્ચ કરેલ તેમાં પાણીના અવેળા બનાવવા ભાંગી ગયેલી દીવાલો રીપેર કરવી અને પીલોર બનાવવા વગેરે કામ કરાવી આપેલ,
ઉપરાંત ગૌ માતાની રહેવા જગ્યા પર 12 પંખા નખાવી આપેલ, ગૌશાળામાં 2 કબાટ 6 ખુરશી એક ટેબલ લોખંડનો ઘોડો 1 ખાટલો, તેવી છૂટક તમામ વસ્તુઓ ખરીદી કરી આપેલ, દવા રાખવા માટે ફ્રીજ ની ખરીદી કરી આપેલ, પાણી માટે બોર રિચાર્જ કરી આપેલ, અન્ય છૂટક ખર્ચ ગૌશાળા માટે કરેલ,
1,25,000 જેમના સહયોગથી આ કાર્ય કરવામાં આવેલ તે નંદ રાયજી ગૌશાળા ટ્રસ્ટ જુનાગઢ ને અર્પણ કરવામાં આવશે, 1,00,000 નું નીરણ પોરબંદરના ગોસા ખાતે આવેલ ગૌશાળામાં અર્પણ કરવામાં આવશે,
આ કાર્યમાં 30 જેટલા સ્વયંસેવકો એ નિસ્વાર્થ ભાવે દરરોજ 12 કલાકથી વધુ સમય આપી કાર્યને સફળ બનાવેલ, આ કાર્યમાં પોરબંદરની તમામ જનતાનો ખરીદી કરી ને સહયોગ મળેલ તે બદલ સર્વેનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે ઉપરાંત સરકારી તંત્ર, પોલીસ ખાતું, તેમના સહયોગ બદલ તેમનો પણ સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે આ કાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ પ્રમુખ નિલેશભાઈ રૂઘાણી, મંત્રી આશિષભાઈ તોરણીયા, ખજાનચી કાંતિભાઈ લોઢારી, મુકેશભાઈ પાંજરી (બોટ એસોસિયેશન પ્રમુખ), સુનિલભાઈ સેરાજી,વગેરે આ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ.