Thursday, January 30, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ચોપાટી પરના દરિયામાં 65 થી વધુ બહેનોએ કાયાકીંગ કરી અદભુત વોટર સ્પોર્ટ્સ ની મજા માણી

પોરબંદર ચોપાટી પરના દરિયામાં 65 થી વધુ બહેનોએ કાયાકીંગ કરી અદભુત વોટર સ્પોર્ટ્સ ની મજા માણી કર્યું હતું. અને શાંત પાણીમાં હલ્લેશા મારીને બહેનોએ સ્પોર્ટ એડવેન્ચર ની મજા માણી હતી.

લોકો સમુદ્રમાં વોટર સ્પોર્ટસની મજા માણવા અન્ય જિલ્લા કે અન્ય રાજ્ય ખાતેના બીચમાં જતા હોય છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં એક વર્ષ પૂર્વે ક્યાકિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં સાહસવૃત્તિ કેળવાય તેમજ એડવેન્ચર સ્પોર્ટ માણી શકે તે માટે તેનો પ્રારંભ કરાયો હતો. પોરબંદરની રમણીય ચોપાટી પર હાલ શિયાળા દરમ્યાન સમુદ્ર શાંત હોવાથી આ સમયે લોકો સ્વિમિંગ કરી મજા માણતા હોય છે.

શિયાળા દરમ્યાન લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે કસરત, યોગા, સ્વિમિંગ, કાયાકિંગ, રનિંગ, વોકિંગ સહિતની પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે દરિયાનો ડર દૂર થાય તે માટે શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા લોકોને તરવાની પણ તાલીમ આપવામાં આવે છે. અહી બહેનો પણ સ્વિમિંગ કરે છે. તાજેતર માં આ કલબ દ્વારા કાયાકિંગની મજા માણવા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ભાઈઓ માટે 2 દિવસ વિનામૂલ્યે કાયાકિગ ની સફર કરાવવામાં આવી હતી.તેનો લાભ ૭૦ થી વધુ લોકો એ લીધો હતો.

તો શુક્રવારે બહેનો માટે વિનામૂલ્યે કાયાકિંગ નું આયોજન કરવામાં આવતા 65 થી વધુ બહેનોએ સમુદ્રમાં કાયાકિંગ કર્યું હતું. આ બહેનોએ સમુદ્રમાં કાયાકિંગ કરી હલેસા મારીને સમુદ્રમાં કાયાકિંગ કરી સ્પોર્ટ એડવેન્ચરની મજા માણી હતી. ક્લબ ના પ્રમુખ દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે કાયાક વોટર સ્પોર્ટની પ્રવૃત્તિ છે. શરીરની કસરત થાય છે. કાયાક એટલે કે નાની એક સીટરની હોડી જે પોતે હલેશા મારીને સમુદ્રમાં ચલાવી એડવેન્ચર માણી શકે છે. ૬૫ થી વધુ મહિલાઓ એ કાયાક વડે દરિયાના મોજા સાથે બાથ ભીડી અનેરું દ્રશ્ય સર્જ્યું હતું આ દરમ્યાન ક્લબના સભ્યો દ્વારા બહોનોને લાઈફ જેકેટ તેમજ રેસ્ક્યુ માટેની વ્યવસ્થા કરી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે