પોરબંદર
પોરબંદર માં સૌથી વધુ મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બની અનેક રેકોર્ડ તોડનાર યુવાન ને ગાંધી નિર્વાણ દિને ગાંધી મંડેલા ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
પોરબંદરનાં શ્રમિક યુવાન જયેશ હિંગળાજીયાએ 134 વખત ગાંધીપ્રતિમા બનવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.એ સિવાય પણ તેણે અનેક વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે.જેમાં સૌથી વધુ વખત ગાંધીજીનું ગોલ્ડન સ્ટેચ્યુ બની સૌથી વધુ કલાકો સુધી ગાંધી બનીને ઉભા રહેવા અંગે,ચાની ભૂકી માંથી ગાંધીજીનું ચિત્ર, રાઈના દાણા માંથી ગાંધીજીનું ચિત્ર,ગાંધીજીના ફોટો આલ્બમ,ગાંધીજીની ફોટો ગેલેરી સહિત આ યુવાનને અનેક સિધ્ધિઓ મેળવી છે.જેથી તેને અગાઉ ૨૦૧૨ માં વિયેતનામ ખાતે ડોકટરેટ ની માનદ પદવી અને ત્યાર બાદ તાજેતર માં ડબલ પીએચડી ની ડીગ્રી પણ એનાયત કરાઈ હતી.એ સિવાય એથલેટીક્સ ની વિવિધ રમતો માં પણ તેણે અનેક વખત અવ્વલ રહ્યો છે.તેની આ વિશિષ્ટ સિધ્ધિઓ ને ધ્યાને રાખી ગઈ કાલે ગાંધી નિર્વાણ દિવસ નિમિતે મહારાષ્ટ્ર ખાતે હોપ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હોપ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા ગાંધી મંડેલા ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત કરાયો છે.આ એવોર્ડ સહિત જયેશે અત્યાર સુધી માં 240 વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવ્યા છે.તેની આ સિદ્ધિ બદલ શહેરીજનો અને અગ્રણીઓ એ પણ અભિનંદન પાઠવ્યા છે.