પોરબંદર
પોરબંદર ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક માં ત્રણ અરજીઓ માં પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય લેવાયો છે.જેમાં ૩૫ લાખ ની સરકારી અને ખાનગી જમીન પર પેશકદમી કરાઈ છે.તો એ સિવાય આઠ લાખ ની જમીન પર નું દબાણ દબાણકારે સ્વેચ્છા એ દુર કર્યું છે.
પોરબંદર ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-ર૦ર૦ અન્વયે .કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અઘિકારી વી.કે.અડવાણી,પોલીસ અધિક્ષક ડો.રવિ સૈની ઉપરાંત ,નાયબ કલેક્ટરો અને મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લામાં સમિતિ સમક્ષ ૧૧ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી છે.જે પૈકી સરકારી જમીન પર એક અરજીમાં તથા ખાનગી જમીન પર બે એમ કુલ -૩ અરજીઓમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારી જમીન પર ૧ કેસમાં ૮૦૦-૦૦ ચોમી ની જંત્રી મુજબની રૂ.૧૧.૫૦ લાખ ની જમીન પર એક શખ્શ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી બંગલો બનાવવામાં આવ્યો છે.જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે.તેમજ ખાનગી જમીન પર ૩ અરજીઓમાં કુલ ૧૩૭૨૬.૮૧ ચોમી ની જંત્રી મુજબની અંદાજિત કિંમત રૂ.૨૩.૬૭ લાખ ની જમીન પર ૬ શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે,જે બાબતે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાઈ છે.તો ખાનગી જમીન પર ૨ કેસમાં .૩૪૫૮.૪૭ ચોમી જમીન જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.૮.૦૮ લાખ ની જમીન પર ૬ શખ્સો દ્રારા કરવામાં આવેલ દબાણ તપાસ શરૂ થવા સાથે જ દબાણકાર દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે. અને જમીન મૂળ ફરિયાદીને પરત મળી છે.