જવાહર નવોદય વિધાલયમાં અન્ય જિલ્લાનાં બાળકોના બોગસ પ્રવેશ અંગે પોરબંદર તાલુકા ભાજપ મહામંત્રી એ જીલ્લા શિક્ષણાધિકારી ને લેખિત રજૂઆત કરી છે.
પોરબંદર તાલુકા ભાજપ મહામંત્રી લીલાભાઈ પરમારે જીલ્લા શિક્ષણાધિકારી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે. કે જવાહર નવોદય વિદ્યાલય માં જે તે જિલ્લાના બાળકોને જ પ્રવેશ આપવાનો હોય , આમ છતાં આપણા જિલ્લાની અમુક ખાનગી થાળાઓ દ્વારા વ્યવસ્થિત કૌભાંડ આચરી અન્ય જિલ્લાના બાળકોને પોતાની શાળામાં બોગસ પ્રવેશ આપવામાં આવે છે.
આરટીઆઇની માહિતી મુજબ આ કૌભાંડમાં જિલ્લાની અમુક નિશાળો દ્રારા જવાહર નવોદયમાં પ્રવેશ માટે અન્ય જિલ્લાનાં બાળકોને નિયમ વિરુદ્ધ ફક્ત એક જ વર્ષ માટે ઓન રેકર્ડ પ્રવેશ આપવામાં આવતો હોય, બાળક હકીકતે ભણતું અન્ય જિલ્લામાં હોય , પરિણામે તેની સામે આપણા જિલ્લાનાં બાળકો હરીકાઇ માં ટકી ન શકતા નવોદય માં પ્રવેશથી વંચિત રહી જાય છે.આમ આપણા જિલ્લા ની અમુક નિંશાળો દ્રારા દર વર્ષે આ વ્યવસ્થિત કૌભાંડ દ્વારા આપણા પોરબંદર જિલ્લાના ગામડાનાં ગરીબ બાળકોને નવોદય માં પ્રવેશથી વંચિત રાખી અન્યાય કરવામાં આવે છે.
જેથી આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા અંગત રસ લઇ કૌંભાંડનાં મૂળ સુધી પહોંચી ગુનેગારોને દાખલો બેસે તેવી સખત સજા આપી આપણા પોરબંદર જિલ્લાના બાળકોને થતો અન્યાય દૂર કરવા ઘટતું કરવા રજૂઆત માં જણાવ્યું છે. વધુ માં એવું પણ જણાવ્યું છે કે પોરબંદર ની આજુબાજુના જીલ્લા બાળકો સરકારી સ્કૂલો અને ખાનગી સ્કૂલોમાં પોતાના લીવીગસર્ટિ દાખલ કરી ને બાળકોના વાલી તથા બાળકો અન્ય જીલ્લા માં રહે છે અને રહીને નવોદય ના સ્પેશીયલ કોર્સ કરે છે અને તેઓના લીવીગસર્ટિ માત્ર પોરબંદર જીલ્લા માં હોય છે તેઓના વાલી કે વિધાર્થી પોરબંદર જીલ્લા માં રહેતા નથી.