પોરબંદર
ભારતભર માં આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતભરમાં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવે છે.આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું પ્રસ્થાન પૂર્વ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ બાપોદરા એ કરાવ્યું હતું.આ તિરંગાયાત્રા માં 256 મીટર લાંબા તિરંગાની શહેરના રાજમાર્ગો પર યાત્રા કાઢવામાં આવી હતી.જે કમલાબાગ થી શરુ કરી પેરેડાઇઝ ફુવારા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં યુવા ભાજપ અને એબીવીપી નાં કાર્યકરો જોડાયા હતા.
હાલમાં સમગ્ર ભારતમાં આઝાદી 75 વર્ષની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહી છે કે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ ,બાઇક રેલીઓ તથા આજ પ્રકારના કાર્યક્રમો અલગ અલગ સંગઠનો દ્વારા સરકાર દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર શાખા દ્વારા પોરબંદર શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા મા ૧૫૦ ફુટ ના તિરંગા ને ઊંચકી ને વિદ્યાર્થીઓ શહેરના માર્ગો પર ફર્યા હતા,યાત્રા કમલાબાગ થી શરૂઆત થઈ હતી તેમજ પેરેડાઇઝ ફુવારા ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ યાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રદેશના સહમંત્રી સંદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પોરબંદર જિલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને મહેર સમાજના અગ્રણી યુવા નેતા અજયભાઈ બાપોદરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેઓ એ આ રેલીને પ્રસ્થાન કરાવી યાત્રાને લીલીઝંડી આપી અને સમગ્ર યાત્રા મા જોડાયા હતા.આ તીરંગા યાત્રાનું પોરબંદરનાં નગરજનો દ્વારા તહેત ઠેર ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જુઓ આ વિડીયો