Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

સૌરાષ્ટ્ર ની બોટ પર ભારતીય જળસીમા માં પાકિસ્તાની નેવી દ્વારા અંધાધુંધ ફાયરીંગ મામલે પોલીસ ફરિયાદ દાખલ

પાકિસ્તાની નેવી દ્વારા મધદરિયે માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરીને બોટને ડુબાડી દઇને ૫૦ લાખનું નુકશાન કર્યું હોવાની તથા ખલાસીઓ ની હત્યા ની કૌશિશ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દીવના વણાંકબારામાં રહેતા અમરશી માવજીભાઈ બામણીયા(ઉવ ૩૪)એ પોરબંદર ના નવી બંદર પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ તે માંગરોળના હીરુબેન બાબુભાઈ હોડાળની માલીકીની હરસિધ્ધી-પ નામની ફીશીંગ બોટમાં ટંડેલ તરીકે કામ કરે છે. અને ખલાસીઓ તરીકે તેમની સાથે વણાકબારાના પ્રકાશ માવજીભાઈ બામણીયા, કૃણાલ વિનોદભાઈ બારૈયા, પ્રેમ વિરાભાઈ બારૈયા, કોડીનારના સીધાજ ગામના મહેશ માનસિંગભાઈ વાજા, ઉનાના કાંધીપડા ગામના કાળુ ગોબર સાંખડ, તાલાલાના ચિત્રાવાડા ગામના મહેન્દ્ર ભીખા મકવાણા વગેરે તેની સાથે બોટમાં માછીમારી કરે છે.

ગત તા. ૧/૧૦ ના રોજ સવારે આઠ વાગ્યે તમામ ખલાસીઓ સાથે બોટ લઇ ને તથા ઓખા બંદર જેટી ઉપરથી ફિશિંગ કરવા રવાના થયા હતા. અને માછીમારી કરતા કરતા તા.૬/૧૦ના સવારના પાંચેક વાગ્યે જખૌ થી ૪૫ નોટીકલ માઈલ દુર દરિયામાં હતા. ત્યારે અચાનક પાકિસ્તાન નેવીની બોટ જેમાં આશરે ૨૦ થી ૨૫ પાકિસ્તાની જવાન આવતા અમરશી બોટ ચલાવી ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ પાકીસ્તાન નેવીની બોટે તેનો પીછો કરી બોટના પાછળના ભાગે ટકકર મારી હતી. અને તેની પાસે રહેલ હથીયારમાંથી ૨૦ થી ૨૫ ગોળી ફાયરીંગ તેની બોટ ઉપર કર્યું હતું.

તેવામાં તેની સાથેનો ખલાસી પ્રેમભાઈ વિરાભાઈ બારૈયા દરીયામાં પડી ગયો હતો. અને પાકિસ્તાની બોટે ફરી ટકકર મારતા અમરશી ની બોટ બે ભાગમાં ટુટી ગઈ હતી. અને પાકિસ્તાની નેવીના માણસો બોટમાં આવી બધાને જેમ ફાવે તેમ લાતો,ઘુસા અને બેલ્ટ મારવા લાગ્યા હતા. અને ત્યાર બાદ બધા ને જબરદસ્તીથી પાકિસ્તાની નેવીની બોટમાં ચડાવ્યા હતા. જે બોટ પર અંગ્રેજીમાં પી.એમ.એસ.એ, બરક્ત ૧૦૬૦ લખ્યું હતું. ત્યાં પણ બધા ને માર માર્યો હતો. જેમાં મહેન્દ્રભાઈ ભીખાભાઈ મકવાણાને માથાના ભાગે બેલ્ટ મારતા લોહી નીકળ્યા હતા. ત્યાર બાદ બોટના સૌથી ઉપરના ભાગે બધાને એક રૂમમાં બેસાડી ઢીકા પાટુનો માર મારતા હતા.

તેવામાં ઈન્ડીયન કોસ્ટગાર્ડની બોટ આવતા જોઈ તેમાંથી કોઈ પાકિસ્તાની ઓફીસરે મહેશભાઈ માનસીંગભાઈ વાજાને તથા કાળુભાઇ ગોબરભાઇ સાંખડ તથા મહેન્દ્રભાઇ ભીખાભાઈ મકવાણાને સાઇડમાં બેસાડી એક વીડીયો જેમાં મહેશભાઈ દ્વારા હિન્દીમાં, “હમારી બોટ મેં હોલ પડ ગયા થા. હમારી બોટ ડુબ રહી થી તો પાકિસ્તાની પી,એમ.એસ.એ. બરકત ને હમેં બચાયા હૈ ઔર મલમપટ્ટી કીયા, ખાના ખીલાયા ઓર અચ્છી તરહ સે વ્યવહાર કીયા, ઉસકે લીયે હમ પાકિસ્તાનની બરકત બોટ કા શુક્રીયા કરતે હૈ’ તેવું તેની સામે ગન રાખી બોલાવી વીડીયો ઉતાર્યો હતો.

અને તેવામાં કોસ્ટગાર્ડ સાથે પ્રેમભાઈ નામનો ખલાસી આવી પાકિસ્તાન નેવીની બોટનો પીછો કરી તેને રોકવા સિગ્નલ આપી વી.એચ.એફ .સેટ માં કહેતા પાકિસ્તાની બોટના જવાનોએ બોટ ઉભી રાખી બધાને ભારતીય કોસ્ટગાર્ડને સોપ્ય હતા. તે બધા ને કોસ્ટગાર્ડ જખૌ મરીન પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા. જ્યાં તેઓની પ્રાથમિક સારવાર કરી પોલીસ ને સોપ્યા હતા. આંમ ભારતીય જળીસીમામાં આવી બોટ ઉપર આડેધડ ફાયરીંગ કરી તમામને જાનથી મારી નાખવાની કોશીશ કરી બોટ સાથે ટકકર મારી તોડી નાખી,પાણીમાં ડુબાડી આશરે રૂા.પ૦ લાખ નું નુકશાન કરવા અંગે વીસ થી પચીસ પાકિસ્તાની જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે