રૂમઝૂમ રાસોત્સવ ર૦રર નાં આયોજનનું કાર્ય સંપન્ન થતા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે આયોજન થયેલ હતું તે આયોજનમાં ખેલૈયાઓએ મનમુકીને આ આનંદ માણેલ હોય ત્યારે નવલી નવરાત્રી નાં આ નવમાં દિવસે એટલે કે રૂમઝૂમ રાસોત્સવ નાં અંતિમ દિવસે મેગા ફાઈનલ યોજાયેલો હોય ત્યારે આ મેગા ફાઈનલ માં ઇનામોની ખુબ જ મોટી વણજાર થયેલ હોય ત્યારે જુનીયર કિડ્સમાં ગર્લ એન્ડ બોઇસ નું મેગા ફાઈનલ રાસોત્સવ નું આયોજન થયેલ હોય જેમાં જુનીયર કિડ્સના મેગા ફાઈનલમાં રૂમઝૂમ ર૦રર નાં પ્રિન્સ તરીકે યુવરાજ કંડોલિયા અને પ્રિન્સેસ તરીકે મિશ્રી ભરાણીયા નામના બંને ખેલૈયાઓ જુનીયર કિડ્સના મેગા ફાઈનલમાં વિજેતા જાહેર થયેલા હતા.
અને બંને ખુબ સારી રમત જોઇને માણસો ચકિત થઈ ગયેલા હોય ત્યારે આ બંને પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર થયેલા હોય ત્યારે આ બંને વિજેતાઓને સેમસંગ કંપનની નાં ટેબલેટ તેમજ પ્રિન્સ અને પ્રિન્સેસ નાં બેલ્ટ રૂમઝૂમ ર૦રર ની પ્રિન્સ અને પ્રિન્સેસ ની ટ્રોફી તેમજ અન્ય ઇનામો આપેલા હતા ત્યારે તે જ રીતના જુનીયર કિડ્સમાં ગર્લ અને બોઈસને રનસપ પ્રિન્સ અને પ્રિન્સેસ તેમજ ટોપ -૧૦ પણ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા આવી જ રીતે રનસપ અને ટોપ-૧૦ વિજેતા ને અઢળક ઇનામો દ્વારા નવાજવામાં આવેલ હોય. ત્યારે આવી જ રીતના સિનીયર કિડ્સ ના ખેલેયાઓનો પણ મેગા ફાઈનલ યોજાયો હતો ત્યારે આ રૂમઝૂમ નવરાત્રી ર૦રર નાં સિનીયર કિડ્સ ના મેગા ફાઈનલમાં બોઈસમાં પ્રિન્સ તરીકે હાંસિલ જોગિયા તરીકે વિજેતા જાહેર થયેલો હતો તેવી જ રીતે સીનયર કિડ્સ ના મેગા ફાઈનલમાં પ્રિન્સેસ તરીકે ધ્રુવી હોદાર નામની દીકરી વિજેતા જાહેર થયેલ હતી.
આ સિનયર કિડ્સ મેગા ફાઈનલ નાં પ્રિન્સ ને ક્રોમા સેન્ટર તરફથી સ્માર્ટ ટીવી તેમજ પ્રિન્સ માટેનો રૂમઝૂમ ર૦રર નો બેલ્ટ તેમજ પ્રિન્સ તરીકે નો
એવોર્ડ તથા અન્ય ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તે જ રીતે સિનયર કિડ્સ નાં રનસપ બોઈસ અને રનસપ ગર્લ તરીકે પણ તેમજ ટોપ -૧૦ ગર્લ અને ટોપ-૧૦ બોઈસ તરીકે વિજેતા જાહેર થયેલા હોય તેમને પણ અઢળક ઇનામો ની વણજાર આપી પ્રોત્સાહિત કરેલ
યંગસ્ટાર ભાઈઓ તથા બહેનો માટે પણ મેગા ફાઈનલ યોજાયો હતો જેમાં યંગસ્રટ પ્રિન્સ તરીકે કમલેશ લોઢારી તેમજ યંગસ્ટર પ્રિન્સેસ તરીકે સ્વેતા કોટિયા વિજેતા જાહેર થયેલા હતા તેવી જ રીત નાં યંગસ્ટર રનર્સ અપ તરીકે બોઈસ અને ગર્લ નાં ઇનામ પણ આપવામાં આવેલ હોય તેમજ યંગસ્ટર માં ટોપ-૫ બોઈસ અને ટોપ-પ ગર્લ તરીકે જે કોઇપણ વિજેતા થયેલ હોય તેમણે પણ અઢળક ઇનામ આપી નવાજવામાં આવેલ હતા ત્યારે પોરબંદર શહેર માં રૂમઝુમ ર૦રર નવરાત્રી ને નંબર ૧ તરીકે પોરબંદરની પ્રજાજનોએ આવકારેલ અને આ રૂમઝૂમ નવરાત્રી માં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
નવલી નવરાત્રીમાં નવ દિવસ સુધી ખેલીયાઓ અને શહેરી જનો એ રાસ-ગરબા રમી ખુબ જ આનંદ મેળવ્યો હોય ત્યારે આ આયોજનને સડઠળ બનાવવા માટે જુનીયર
રધુવંશી ગ્રુપ ,આજકાલ મીડિયા પાર્ટનર દ્રારા આયોજિત રૂમઝૂમ ર૦રર નવરાત્રીનાં પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ) તેમજ તેમના સાથી મિત્રો સાગર મોદી, રાજુભાઈ બદીયાણી, હાર્દિક લાખાણી, તુષાર લાખાણી, અનીલ માંડલીયા, જય કોટેચા , ચિરાગ કારિયા , દેવ દતાણી, આકાશ ગોન્દીયા , ડેનીશ કારિયા ,ભાવિન ભરાણીયા, પરમ કોટેચા ,અજય કોરડીયા, યોગેશ માલવિયા , વિમલ લાખાણી, તેમજ મેઈન ગેટનાં મુખ્ય કાર્યકર્તા તરીકે જયેશભાઈ પોપટ અને ભરતભાઈ કોટેચા વગેરે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર નવરાત્રી દરમ્યાન રાસોત્સવ નું સુંદર સંચાલન ડો. જયેશભાઈ કાનાણી એ કર્યું હતું.નિર્ણાયક તરીકે કપરી કામગીરી કરતા ચિરાગભાઈ મોનાણી, શતીશ સાણથરા, , સુનીલ મોઢા, કુંજન જોગિયા , શૈલેશ જોશી તેમજ બહેનો માં પલ્લવી મલકાન , ચાંદની ડાભી , પ્રિયંકા રૈયારેલા , રીન્કુ મોરઝરિયા એ સેવા આપેલી હતી. ત્યારે મ્યુઝિકલ નાઈટનાં સાથી સંગાથી સ્વર તરંગ ઓરકેસ્ટ્રાના નીલેશ ઝાલા , સંજય ઝાલા, કલ્પના જોશીએ આ નવરાત્રી ધૂમ મચાવી હતી.
આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા પોલીસ અધિકક્ષ રવી મોહન સૈનિ,ડો. નીતિન લાલ , કેતન ગજ્જર ,હેમતભાઈ કારિયા , મનુભાઈ મોદી , સુરેશભાઈ કોટેચા , મનોજભાઈ ઠકરાર, ભરતભાઈ પોપટ , જીતુભાઈ લાલ , ગોવિંદા ઠકરાર તેમજ નામી અનામી અગ્રણીઓ તથા સરકારી અધીકારીઓ અને આયોજન માં સ્પોન્સશીપ આપનાર હાથી સિમેન્ટ નાં નરેન્દ્રભાઈ શીંગ તેમજ સુરેશભાઈ કોઠારી તેમજ જેમણે સ્પોન્સરશીપ આપેલ હોય તેવા તમામ વેપારી મિત્રો અને ખાસ કરીને મીડિયા નાં પત્રકાર ભાઈઓ તથા પોલીસ સ્ટાફ ભાઈઓ તેમજ પીજી.વી.સી.એલ નો પણ પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા એ આભાર માન્યો હતો. અને આયોજન ની સફળતામાં તમામ નો સહયોગ આપેલ હોય ત્યારે ખેલૈયાઓ તેમજ શહેરીજનોનો પણ આભાર માનેલ હોય અને અનંત માં જણાવેલ આ રૂમઝૂમ નવરાત્રી -ર૦રર ની સફળતા નું કારણ ટીમની એકતા નું પ્રતિરૂપ મળેલ હોય ત્યારે આ સફળતા મળેલ હોય ત્યારે આવતા વર્ષે પણ રૂમઝૂમ -ર૦ર૩ નું આયોજન કરશું તેવી જાહેરાત કરી હતી.








