પોરબંદર.
પોરબંદરના એક રઘુવંશી પરિવાર દ્વારા પોતાની દીકરીના લગ્ન દરમ્યાન આવેલ ભેટ,વહેવાર રૂપી ચાંદલાની રકમ લોહાણા મહાજનને અર્પણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.જે બદલ જ્ઞાતિ અગ્રણીઓ એ અને જ્ઞાતિજનો એ પણ આ કાર્ય ને બિરદાવ્યું છે.
સહુ કોઈ ને પોતાના સમાજ અને પોતાની જ્ઞાતિ પ્રત્યે લાગણી હોવી સ્વાભાવિક છે.ત્યારે પોરબંદર લોહાણા મહાજન ની તાજાવાલા વાડી ખાતે તા 24 જાન્યુઆરી નાં રોજ દાસાણી ગેસ્ટ હાઉસ વાળા નીતિનભાઈ દાસાણી ની પુત્રી જાનવી નો લગ્નોત્સવ યોજાયો હતો.પરંપરા અને રિવાજ મુજબ દીકરીને શુભાશિષ સાથે ભેટ ચાંદલાની રકમ આપવામાં આવે છે.ત્યારે દાસાણી પરિવાર દ્વારા સમાજને રાહ ચીંધતો દાખલો બેસાડી ચાંદલાની આવેલ રકમ રૂા. 56,262 પોરબંદર લોહાણા મહાજનને આપવાનો નિર્ણય કરી હતી.લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા,માનદમંત્રી રાજેશભાઈ લાખાણી, લોહાણા મિત્ર-મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં આ રકમ નીતીનભાઈ દાસાણીએ અર્પણ કરેલ હતી.લોહાણા મહાજનના હોદેદારોએ પણ આ લાગણીઓ નો પ્રતિસાદ આપતા આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું.અને આ ૨કમ સમાજના ઉપયોગ અર્થે વાપરવાની ખાત્રી આપી હતી.અને આ જ પ્રકારે જેમના પર ઈશ્વર ની કૃપા છે.તેવા રઘુવંશી પરિવારો સમાજસેવામાં પોતાનો હાથ લંબાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.નીતિનભાઈ નાં આ કાર્ય ને જ્ઞાતિજનો એ પણ બિરદાવ્યું હતું.
જુઓ આ વિડીયો