કુતિયાણા ના કન્ટોલ ગામે સગીરા પર વારંવાર બળાત્કાર કરનાર ટ્રક ચાલક ને પોરબંદરની કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.
કુતિયાણા ના કંટોલ ગામે રહેતી સગીરા પર તેના નજીક ના વિસ્તાર માં જ રહેતા ટ્રક ચાલક અમીત જીવાભાઈ પરમારે તેણીની નાની ઉમરનો લાભ લઈ બદકામ કરવાના ઈરાદે તેને ખોટા ચેઈન તથા મોબાઈલ ફોન આપી, લલચાવી હતી. અને ત્યાર બાદ સગીરા ને છરી બતાવી તેના ઘરમાં જ એકલતાનો લાભ લઈ અવાર-નવાર દુષ્કર્મ ગુજારી અને કોઈને આ વાતની જાણ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાત વર્ષ પહેલા આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામા આવી હતી.
જે કેસ એડી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ એટલે કે સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુધિરસિંહ બી જેઠવા દવારા 24 જેટલા સાક્ષીઓના મૌખિક પુરાવા -તથા દસ્તાવેજી પુરાવાઓ અને ઓથોરીટીઓ રજુ કરી હતી ત્યાર બાદ બન્ને પક્ષોની દલીલો સાંભળી સ્પે. પોકસો કોર્ટના જજ એમ.કે. ભટ્ટ દ્વારા આરોપી અમીત જીવા પરમારને કસુરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10 હજાર નો દંડ ફટકાર્યો છે.