ભાવનગર ના સીદસર ગામની વૃદ્ધા ઘરે થી અમાસ ના મેળા માં જવાનું કહી નીકળી ગયા બાદ પદયાત્રી સંઘ સાથે દ્વારકા પહોંચ્યા હતા. અને અહીંથી સંઘ થી છુટા પડી પગપાળા રાણાવાવ પહોંચ્યા હતા. જે અંગે ૧૮૧ ની ટીમ ને જાણ થતા તેઓએ વૃદ્ધા નું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રાણાવાવના જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પલાઇન ને ફોન કરી કોઈ વૃધ્ધા રસ્તો ભૂલી ગઈ હોવાથી તેની મદદ કરવા જણાવ્યું હતું. આથી કાઉન્સેલર સોલંકી મીનાક્ષી,મહિલા કોન્સ્ટેબલ સેજલબેન પંપાણિયા, પાયલોટ કિશનભાઇ દાસા સહિતની ટીમ તુરંત ત્યાં પહોંચી હતી. અને વૃદ્ધા નું કાઉન્સીલીંગ કરતા એવું જાણવા મળ્યું હતું કે તે ભાવનગર જિલ્લાના સીદસર ગામ માં રહે છે. અને અમાસના મેળામાં જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. અને એક સંઘ દ્વારકા દર્શન માટે પગપાળા માટે જતો હતો. તેની સાથે પગપાળા દ્વારકા દર્શન માટે ઘરે જાણ કર્યા વગર જ નીકળી ગયા હતા. દ્વારકા પહોંચ્યા બાદ વૃદ્ધા સંઘ થી છુટા પડીગયા હતા. અને એકલા ચાલતા ચાલતા રાણાવાવ પહોંચ્યા હતા.
અને અહી પહેલી વાર આવ્યા હોવાથી કશું જોયું ન હોવાથી એસટી ડેપો નજીક એકલા બેઠા હતા આથી ૧૮૧ ટીમે પ્રથમ ત્યાના પોલીસ સ્ટેશન માં તપાસ કરી હતી. પરંતુ ત્યાંથી કોઈ માહિતી મળી ન હતી ત્યાર બાદ ત્યાના અગ્રણી ને ફોન કરી વૃદ્ધા ના પુત્ર અને પતી વિષે માહિતી મેળવી તેઓને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓને વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો હતો. અને આજે તેનો પરિવાર તેઓને તેડવા આવતા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.