વિદેશ માં મેડીકલ ની ડીગ્રી મેળવનારાઓ ને ગુજરાત માંથી ઇન્ટર્નશિપ કરવા મંજુરી આપવામાં આવે તેવી પોરબંદર ના ભાજપ અગ્રણી એ આરોગ્યમંત્રી ને રજૂઆત કરી છે.
પોરબંદરના ભાજપ અગ્રણી વિજયભાઇ થાનકીએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક કક્ષાએ ઘણા યુવાનો દ્વારા રજૂઆત મળી છે કે તેઓએ વિદેશમાંથી મેડિકલની ડિગ્રી મેળવી છે. પરંતુ ગુજરાતમાં ઇન્ટર્નશીપ માટે મંજૂરી મળી નથી. તેથી વિજયભાઇએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તે અંગેની લેખિત રજૂઆત કરી જણાવ્યું છે. કે વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટસની ઇન્ટર્નશીપ શરૂ કરવા અંગે ગુજરાત મેડિકલ કાઉન્સીલ રાષ્ટ્રીય મેડિકલ કમીશનના પરિપત્ર પર વિદેશી મેડિકલ ગ્રેજયુએટસ માટે ફી અને સ્ટાઇપેન્ડ અંગે અંતિમ નિર્ણય આપી રહી નથી. તે બાબતે યોગ્ય કરવું જરૂરી બન્યું છે.
ગુજરાત માં ઘણા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ છે. જે જુદા જુદા દેશોમાંથી સ્નાતક થયા છે. અને જૂન ૨૦૨૨માં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરી છે. આ વિદ્યાર્થીઓ હવે ગુજરાતમાં ઇન્ટર્નશિપ મેળવવા ઈચ્છે છે. પરંતુ ગુજરાત મેડિકલ કાઉન્સીલે નેશનલ મેડિકલ કમિશનના ૧૯ મે ૨૦૨૨ અને ૪ માર્ચ ૨૦૨૨ના પરિપત્ર પર અંતિમ નિર્ણય ન લીધો હોવાના કારણે ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં કોઇપણ વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટસને ઇન્ટર્નશીપ કરવાની પરવાનગી આપી રહી નથી. જેથી યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.