રાજસ્થાનમાં પાણી પીવા પ્રશ્ને થયેલ બાળકની હત્યા સામે પોરબંદરમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને જણાવાયું હતું કે આઝાદીના અમૃત પર્વ સમયે આભડછેટને લીધે પીવાના પાણી માટે લોકોને મરવું પડતું હોય તો તે સરકાર માટે શરમજનક છે.
સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પોરબંદર જિલ્લાના પ્રમુખ સુમનભાઈ બેચરભાઇ ચાવડા અને ઉપપ્રમુખ બાબુભાઇ પાંડાવદરા વગેરેએ જિલ્લા વહિવટી તંત્રને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પોરબંદર જિલ્લા તરફથી કલેકટર પોરબંદરના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને લેખિત આવેદનથી સમગ્ર ભારતભરના અનુસૂચિત જાતિના લોકોને કેટકેટલા લોકોની આહુતિ આપવી પડશે ? વર્ષોથી પાણીથી પીડાતા અનુસૂચિત જાતિના લોકો આજે આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનો અમૃત પર્વના ભારતના લોકોને તો પાણી પીવા માટે પણ મરવુ પડે છે.
આભડછેટની ઘટના રાજસ્થાનમાં ઘટી. રાજસ્થાનના સુરાણા ગામના જાલોર જિલ્લાના સર્વશક્તિ વિદ્યાલયના હેડમાસ્તરના માટલામાંથી બાળકે પાણી પીધું. આ પાણી પીવાની સાથે જ હેડમાસ્તર ઝૈલસિંહ અસહ્ય માર બાળકને મારતા બાળકના કાકા કિશોર મેઘવાળ પેલા રાજસ્થાનની હોસ્પિટલ અને પછી ગુજરાતની અમદાવાદ સરકારી સિવિલ હોસ્પિટલમાં નાનકડા ઇન્દ્ર મેઘવાળે હેડમાસ્તર ઝૈલસિંહનું પાણી પીવાનું જુર્માનુ ચુકવવાના બદલામાં પોતાના જીવનું બલિદાન દીધું. આવા કેટલાક અનુસૂચિત જાતિના લોકોને બલિદાન દેવું પડશે?
તેવી જ ઘટના રાજસ્થનાના જાલોર જિલ્લાના સુરાણા ગામની સરસ્વતી વિદ્યાલયમાં ભણતા ત્રીજા ધોરણના બાળકને હેડમાસ્તર ઝૈલસિંહના મટકામાંથી પાણી પીવા બાબતે ઇન્દ્ર મેઘવાળને પોતાનું બલિદાન દેવું પડયું તો આ ભારત ભરમાં બાલ કટિંગ ના કરી આપવા, મંદિરમાં પ્રવેશ ન આપવો, કરિયાણાની દુકાનમાં અંદર જવા ન દેવા, ઘોડા ઉપર બેસવા ન દેવા, એવી ઘણી બધી છૂઆછૂતવાળી વસ્તુઓથી ભારતના અનુસૂચિત જાતિના લોકોને કયારે મુક્તિ મળશે? તો આ લેખિત આવેદનથી. રાષ્ટ્રપતિને જણાવીએ છીએ કે ભારતના સંવિધાનને પૂરેપૂરું લાગું કરી છૂઆછૂતના ભેદભાવો ટાળી, જાતિ વિહિન ભારત બનાવી સમગ્ર ભારતના અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવવા તેમજ તાજેતરમાં થયેલ રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામના ઇન્દ્ર મેઘવાળની મૃત્યુ નિપજાવનાર હેડમાસ્ટર કૈલસિંહ સામે કડકમાં કડક કાર્યવાહી કરી સમગ્ર ભારતના લોકોને ન્યાય અપાવવા આપને અમારી રજૂઆત છે તેમ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ વતી પ્રમુખ સુમનભાઇ બેચરભાઇ ચાવડા અને ઉપપ્રમુખ બાબુભાઇ પાંડાવદરાએ જણાવ્યું હતું.
તો બીજી તરફ દલિત અધિકાર સંઘ ના પ્રમુખ રાણાભાઇ કારાભાઈ શીંગરખિયા દ્વારા પણ કલેકટર મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવી આવા શિક્ષક પર બંધારણ ની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

