પોરબંદર માં વિદેશી દારૂ ની ૬૪ બોટલ સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી લીધા છે.
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. તે દરમ્યાન આ દરમ્યાન પો.કોન્સ વિરેન્દ્રસીંહ તથા અક્ષયભાઇને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ જે આધારે એરપોર્ટ સામે આવેલ ગાયત્રી હાઇટસ પાસે ગોઢાણીયા ટેકનિકલ કોલેજ જતા રોડ પર સ્કુટર પર પસાર થઇ રહેલા બે શખ્સો ને અટકાવી તેની તલાશી લેતા તેની પાસે થી અલગ અલગ બ્રાંડ ની વિદેશી દારૂ ની રૂ ૨૫૦૦૦ ની કીમત ની ૬૪ બોટલ મળી આવી હતી. આથી પોલીસે સ્કુટર ચાલક કાના ઉર્ફે કાનો રાણાભાઇ ગોસીયા (ઉવ.૨૨ રહે. ધરમપુર રબારીકેડા)તથા આનંદ ઉફે કરશનભાઇ ઉફે રામભાઇ રાણાભાઇ ગોસીયા (ઉવ.૧૯ રહે. ધરમપુર રબારીકેડા)ની ધરપકડ કરી તેની પાસે થી મોબાઈલ,દારુ અને સ્કુટર મળી રૂ ૫૨૩૦૫ નો મુદામાલ કબ્જે કરી બન્ને ની આકરી પુછપરછ કરતા આ દારૂ તેઓએ રાણપર ગામે રહેતા રબારી ખીમા બોધા પાસે થી લીધો હોવાની કબુલાત આપતા પોલીસે તેની વિરુદ્ધ પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરી માં કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યા તથા સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. આર.પી.જાદવ તથા બી.એલ.વિંઝુડા તથા વી.એસ.આગઠ તથા પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, કનકસિંહ, ભીમશીભાઇ, વિરેન્દ્રસિંહ, અક્ષયભાઇ, વિગેરે પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.