પોરબંદર નું જમનાસાગર નામનું વહાણ ઈરાન થી માલ ખાલી કરી પોરબંદર આવી રહ્યું હતું. ત્યારે ગ્વાદર નજીક ના દરિયામાં જળસમાધી લીધી હતી વહાણ માં સવાર 9 ખલાસીઓ નો બચાવ થયો હતો જયારે એક ખલાસી નું મોત નીપજ્યું છે.
પોરબંદર ની જમના શીપીંગ કંપની નું અંદાજે દોઢ કરોડ ની કીમત નું ૫૦૦ ટન વજન ધરાવતું જમનાસાગર નામનું વહાણ દસ ખલાસીઓ સાથે ઈરાન ના ચાબહાર બંદર ખાતે માલ ખાલી કરી પોરબંદર આવી રહ્યું હતું. ત્યારે તા 9 ના રોજ બપોરે દોઢેક વાગ્યા ના અરસા માં પસણી અને ગ્વાદર બંદર વચ્ચે કિનારા થી ૧૦૦ નોટીકલ માઈલ દુર અચાનક વહાણ માં પાણી ભરાવા લાગતા આ અંગે ખલાસીઓ એ વહાણ માલિક ને જાણ કરતા વહાણ માલિકે આ અંગે મુંબઈ ના એમઆરસીસી (મેરીટાઇમ રેસ્ક્યુ કો ઓર્ડીનેશન સેન્ટર)ની મદદ માંગી હતી.
આથી એમ આર સીસી એ વહાણ ની નજીક થી પસાર થતી શીપ ગેસ ટેન્કર એમટી કૃબેકે ને જાણ કરતા શીપ ના કેપ્ટન દ્વારા તમામ ખલાસીઓ ને બચાવવાની કામગીરી યુદ્ધ ના ધોરણે શરુ કરી હતી. જેમાં 9 ખલાસીઓ ને બચાવવા માં સફળતા મળી હતી. પરંતુ શેખ હુશેન અલીમામદ નામના ખલાસીનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. બચી ગયેલા નવ ખલાસીઓ ને દુબઈ લઇ જવામાં આવ્યા છે.