Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જેસીઆઈ મહિલા વિંગની ટિમ જાહેર કરાઈ:વર્ષ 2022 દરમ્યાન સામાજિક કાર્યો માટે લીધા શપથ

પોરબંદર

જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોની ભેટ પોરબંદરની જનતાને આપવામાં આવી છે.ત્યારે વર્ષ 2022 માટે જેસીઆઈની મહિલા વિંગની ટિમ જાહેર કરવામાં આવી છે.

જેસીઆઈ પોરબંદરના માર્ગદર્શન હેઠળ આ મહિલા વિંગ પણ પોરબંદર શહેરના બહેનો અને બાળકોમાં પડેલી કલા અને ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં અનેક કાર્યક્રમો અને ટ્રેનિંગોના આયોજન કરવામાં આવશે.

જેસીઆઈ પોરબંદરના વર્ષ 2021ના જેસીરેટ ચેરપર્સન ભક્તિબેન મોનાણીની મુદત પૂરી થતા વર્ષ 2022ની મહિલા વિંગના ચેરપર્સન તરીકે હેતલબેન બાપોદરાની નિમણુંક કરવામાં આવી છે.નવા વર્ષની મહિલા વિંગના સભ્યોમાં ભક્તિબેન મોનાણી,સોનલબેન પટેલ,વર્ષાબેન ગોરાણીયા,જીજ્ઞાબેન તન્ના,ધર્મિષ્ઠાબેન બુદ્ધદેવ,જીજ્ઞાબેન રાડીયા, દીપ્તિબેન થાનકી,રૂપલબેન કારીયા,ભાવીનીબેન જોગીયા,નિશાબેન કાનાણી,ઈશાબેન કોટેચા,જીજ્ઞાબેન અમલાણી, જાનકીબેન હિંડોચા,હિરલબેન લાખાણી,અરવિંદાબેન ગંધા,ધર્મિષ્ઠાબેન પટેલ,નિશાબેન રાણીગા,વર્ષાબેન મહેતા, જિલબેન કોટેચા,પદ્મિનીબા રાયજાદા,જ્યોત્સનાબેન લાખાણી,દીપ્તિબેન સવજાણી,તેજલબેન બાપોદરા,એકતાબેન દાસાણી,રાધીકાબેન દત્તાણી,અલ્પાબેન ચાવડા,વિરાધીબેન ઠકરાર,ઇસીતાબેન માવાણી સહિતના સભ્યોની ટિમ જાહેર કરવામાં આવી છે.નવનિયુક્ત ટીમને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા,પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા અને પ્રમુખ રોનક દાસાણીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે