પોરબંદર
પોરબંદર જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં સડેલા અને પશુ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ થતું હોવાની કોંગ્રેસ ની રજૂઆત બાદ પણ તંત્ર એ કોઈ કાર્યવાહી ન કરતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખે અમીપુર ગામે સસ્તા અનાજની દુકાન માં જનતા રેડ પાડતા ત્યાંથી પણ સડેલ અનાજ મળી આવ્યું હતું.
પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તથા કોંગી કાર્યકરો એ અગાઉ જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં પશુઓ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ કરવામાં આવતું હોવા અંગે કલેકટર અને પુરવઠા અધિકારી ને રજૂઆત કરી હતી.અને સાથે વાડોત્રા ગામે વિતરણ કરાયેલ અનાજ નો વિડીયો પણ પુરાવા સાથે આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.તેમ છતાં તંત્ર એ કોઈ કાર્યવાહી ન કરતા તેઓએ કોંગી કાર્યકરો અને સ્થાનિકો ને સાથે રાખી અમીપુર ગામે આવેલ સસ્તા અનાજ ની દુકાને જનતા રેડ કરી હતી.જ્યાંથી જીવાતવાળું અને સડેલું અનાજ મળી આવ્યું હતું.જેથી દુકાનદાર ને પૂછતા તેને આ અનાજ ઉપર થી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.આથી નાથાભાઈ એ આ અંગે વધુ એક વખત પુરવઠા અધિકારી ને રજૂઆત કરી છે.અને યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો સડેલા અનાજ નો જથ્થો સાથે રાખી પુરવઠા વિભાગ ની કચેરી નો ઘેરાવ કરવા પણ ચીમકી આપી છે.
જુઓ આ વિડીયો