પોરબંદર માં સાત વર્ષ ના લગ્નજીવન બાદ પતી પત્ની વચ્ચે મનદુઃખ થતા છૂટાછેડા સુધી વાત પહોંચી જતા ૧૮૧ અભયમની ટીમે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો.
પોરબંદર જિલ્લાના છેવાડાના ગામમાં થી એક વ્યક્તિ એ ૧૮૧ માં ફોન કરી મદદ માંગી જણાવ્યુ હતું કે તેના બનેવી બહેન ને મારપીટ કરતા હતા. જેથી તેઓ સમજાવવા માટે ગયા હતા. પરંતુ બનેવી સમજતા ન હતા અને બહેન ને રાખવાની ના પાડી છૂટાછેડા કરવાનું કહે છે. આથી ૧૮૧ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવ્યુ કે તેના લગ્નને સાત વર્ષ થયા છે. અને બે બાળકીઓ પણ છે. પતિ અવાર-નવાર મારપીટ કરે છે.
અને તેઓ જિલ્લાના છેવાડાના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા હોવાથી તમામ ઘર વપરાશનો સામાન નજીકના ગામ થી લાવવો પડે છે. તે પણ પતી લાવી આપતો ન હતો. અને કાઈ કામધંધો પણ કરતો નથી. આજે પણ પતી એ મારપીટ કરતા પીડિતા એ ફોન કરી તેના ભાઈ ને બોલાવ્યો હતો. અને ભાઈ એ ખુબ લાંબા સમય સુધી પતી ને સમજાવ્યો હોવા છતાં પતી પીડિતા ને રાખવાની ના પાડતો હતો. આથી ૧૮૧ ની ટીમના કાઉન્સીલર સોલંકી મીનાક્ષી અને મહિલા કોન્સ્ટેબલ તેજલબેન પંપાણિયાએ પતી નું પણ કાઉન્સીલીંગ કરી બાળકો ના ભવિષ્ય વિષે સમજણ આપી એક બીજા પ્રત્યે જવાબદારી નું ભાન કરાવ્યું હતું. અને બન્ને વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતું.