પોરબંદર
પોરબંદર જીલ્લા માં મકરસંક્રાંતિ ની રાત્રે બે સુધરાઈ સભ્ય સહીત ૧૧ શખ્સો એ ખૂની ખેલ ખેલી ચૂંટણી હારેલા કોંગી ઉમેદવાર ના ભાઈ અને તેના મિત્ર ની ફાયરીંગ કરી હત્યા નીપજાવી હતી.જયારે ઉમેદવાર અને અન્ય મિત્ર ને ગંભીર ઈજાઓ કરી હતી.જે મામલે પોલીસે ત્રણ શખ્સો ની ધરપકડ કરી ત્રણ દિવસ ના રિમાંડ પર લીધા છે
પોરબંદરમાં મકરસંક્રાંતિ ની રાત્રી એ ભાજપ ના બે સુધરાઈ સભ્ય ભીમા કેશવ ઓડેદરા તથા રામા રૈયા સહીત ૧૧ શખ્સો એ અગાઉ તેની સામે પાલિકા ની ચૂંટણી માં ઉભી હારી જનાર કોંગ્રેસના વનરાજ પરબત કેશવાલા,તેના ભાઈ રાજ કેશવાલા અને બે મિત્રો પ્રકાશ જુંગી અને કલ્પેશ ભૂતિયા પર અગાઉ ના મનદુઃખ ને લઇને અલગ અલગ વાહનો માં આવી વીર ભનુ ની ખાંભી પાસે તલવાર,ધોકા વડે હુમલો કર્યો હતો.
જેમાં બે શખ્સો એ ચારેય લોકો પર આડેધડ ફાયરીંગ પણ કર્યું હતું.જેથી કલ્પેશ તથા રાજ નું મોત નીપજ્યું હતું.જયારે વનરાજ તથા પ્રકાશ ને ગંભીર ઈજાઓ થઇ હતી.જે મામલે પોલીસે અગિયાર શખ્સો સામે ગુન્હો નોંધી તા ૧૫ ના રોજ નિવૃત આર્મીમેન સહીત ત્રણ શખ્સો ને રાઉન્ડ અપ કર્યા હતા.જેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ત્રણેય ની વિધિવત ધરપકડ કરી છે.
આ અંગે ઇન્ચાર્જ એસપી જે સી કોઠીયા એ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે આ બનાવમાં ઇન્દિરાનગર નજીક આવેલ ઝાડીઓ માંથી નિવૃત આર્મીમેન અરભમ લખમણ ઓડેદરા,ભના નેભા ઓડેદરા અને ધ્રુવ ઉર્ફે ધીરેન મેરામણ ઓડેદરા નામના શખ્સોને ઝડપી લીધા છે,તેમજ ફાયરિંગમાં વપરાયેલ આર્મીમેન નું લાયસન્સ વાળુ હથીયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે.ઉપરાંત હુમલા માં વપરાયેલ કાર,ધોકા,તલવાર અને પિસ્તોલ તેમજ છ જેટલા ખાલી કારટીસ પણ પોલીસે કબ્જે કર્યા છે.તેમજ બાકી રહેતા ભાજપ ના બે સુધરાઈ સભ્યો સહિતના આઠ આરોપીઓને ઝડપી લેવા ચાર જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.ઝડપાયેલા શખ્સો પાસે થી અન્ય આઠ શખ્સો ક્યાં છુપાયા છે.તે ઉપરાંત ડબલ મર્ડર માં વપરાયેલ બીજી પિસ્તોલ ક્યાં છે.તે સહિતની પુછપરછ માટે સાત દિવસ ના રિમાંડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના ત્રણ દિવસ ના રિમાંડ મંજુર કર્યા છે.
જુઓ આ વિડીયો.