પોરબંદર
પોરબંદર ના ભોમીયાવદર ગામે ખેડૂત સાથે બે ખેતમજુરો એ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના ભોમીયાવદર ગામે રહેતા અને ખેતી કરતા લખમણભાઇ દુલાભાઇ ઓડેદરા (ઉ.વ.૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ મધ્યપ્રદેશ ના ધાર જીલ્લા ના વતની ગોપાલ દશરીયા કાયરીયા તથા તેનો સાઢુભાઇ ગોવિંદ લખમણભાઈ નું ખેતર ભાગમાં મજુરીકામ કરીને સંભાળતા હતા.અને લખમણભાઈએ તેઓને ખેતી કામ માટે સોંપેલ રૂા. ૧,૭પ૦૦૦ ની કીમત નું ટ્રેક્ટર,રૂ 1,૩૦,૦૦૦ ની કીમત ની ટ્રોલી તથા રૂ 1 લાખ ની કીમત ના પ, પાંચીયુ, દાંતી, ખાપા સહિતના ખેત ઓજારો ઉપરાંત દસ હજાર ની કીમત નું બાઈક મળી કુલ રૂા. ૪,૧પ,૦૦૦/-ની મિલકત ભોમીયાવદર થી જામજોધપુર તાલુકાના ખડબા હોથીજી ગામે આવેલ લખમણભાઈ ની વાડીએ ખેતીકામ કરવા માટે લઇ જવાનું કહીને લઇ ગયા હતા.અને ત્યાર બાદ તે તમામ સાધનો કોઇને વેંચી નાખીને તેના વતન મધ્યપ્રદેશમાં જતા રહ્યા હતા.અને લખમણભાઈ સાથે છેતરપિંડી કરી હતી પોલીસે ગુન્હો નોંધી બન્ને શખ્સો ની શોધખોળ હાથ ધરી છે.