પોરબંદર ની માધવાણી કોલેજ માં ૧૫૦ વિદ્યાર્થી એમ કોમ ના અભ્યાસક્રમ માં પ્રવેશ થી વંચિત હોવાથી એન એસ યુ આઈ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ હતી.
પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ ની ટીમ દ્વારા દ્વારા જણાવાયું હતું કે માધવાણી કોલેજ માં નોમિનલ ફી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ જુદા જુદા કોર્ષમા પ્રવેશ મેળવી રહ્યા છે. શહેર ઉપરાંત આજૂબાજુના ગ્રામ્ય વિસ્તાર ના વિધાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતો હોય છે. થોડા સમય પહેલા એમ.કોમ માટે ફોર્મ ભરાયા હતા. જેમા અંદાજિત ૨૫૦ વિધાર્થીઓ ફોર્મ ભર્યા હતા. જેમાં મેરીટ લીસ્ટ માં ૧૦૦ જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામા આવ્યો છે. હજુ પણ ૧૫૦ જેટલા વિધાર્થીઓ બાકી રહી ગયા છે.
ત્યારે આ વિદ્યાર્થીઓ એ એન એસ યુ આઈ ને રજૂઆત કરી હોવાથી એન એસ યુ આઈ ના આગેવાનો અને કાર્યકરો માધવાણી કોલેજ ખાતે દોડી ગયા હતા.અને રજૂઆત કરી હતી કે એમ.કોમમાં સીટ વધારવામા આવે તો જે વિધાર્થી પ્રવેશ મેળવવા માંગે છે તે વંચિત રહે નહિ. ગયા વર્ષે કોલેજ માં એમ.કોમના પહેલા વર્ષમાં ૧૬૦ જેટલા વિધાર્થીઓને પ્રવેશ અપાયો હતો. તેની સામે આ વર્ષે ૧૦૦ જેટલા વિધાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ઘણા વિધાર્થીઓ જે મધ્યમ-ગરીબવર્ગના હોય છે તે મોંઘી ફી ભરીને બહાર જઇ શકતા ના હોવાથી અને હોશિયાર હોવા છતા પણ અહીં પ્રવેશ ના મળે તો છેલ્લે પોતાનું ભણતર છોડી દેતા હોય છે.
જેથી વહેલીતકે મધ્યમ-ગરીબ વર્ગના વિધાર્થીઓના હિતાર્થે યોગ્ય નિર્ણય લેવાય તેવી રજૂઆત પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડે નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સાથે ટેલિફોનીક વાતચીત દરમ્યાન કરી હતી. તેમજ વહેલી તકે સીટ વધારાની મંજૂરી આપવામા આવે જેથી બાકી રહેલા વિધાર્થીઓનુ મેરિટ લિસ્ટ બની જાય અને તેમને પ્રવેશ મળી જાય આ બાબત કે.એચ માધવાણી કોલેજના પ્રિન્સપાલ મારફત યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી પોરંબદર NSUI એ રજૂઆત કરી હતી.
જેમા જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,બિરજુ શીંગરખિયા,પરેશ થાનકી,હર્ષ રિબડિયા,મિહિર શિંગરખિયા,યશ ઓઝા, અરમાન પરમાર સહિત વિધાર્થીઓ હાજર રહ્યા હતા.