પોરબંદર
પોરબંદરના છાંયા વિસ્તારમાં રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટી ખાતે ભોય સમાજના શ્રમિકો દ્વારા ૨૭ ફુટની ઉંચાઇ અને ૧૪૯ ફૂટ પહોળું થાળું ધરાવતા મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય ધમધમી રહ્યું છે.અને મહાશિવરાત્રી ના દિવસે તેનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે.
પોરબંદર ના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટી માં ભોંય સમાજના ૨૦૦ મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરી રહ્યા છે.જે કડીયાકામ સહિતના મજૂરીકામ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.આ પરિવારોના શિવભક્ત યુવાનોએ પોતાની મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે.જેમાં ૨૭ ફુટની ઉંચાઇ અને ૧૪૯ પહોળાઈનું થાળું ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવવા આવશે.
આ અંગે માહિતી આપતા ૧૩૪ વખત ગાંધી પ્રતિમા બની અનેક રેકોર્ડ હાંસિલ કરનાર જયેશ હિંગળાજીયા એ જણાવ્યું હતું કે ભોય સમાજના આર્કિટેક જયેશભાઈ દાઉદીયા અને રવિભાઈ દાઉદીયાએ આ શિવલિંગની ડિઝાઇન તૈયાર કરી છે.ભારતમાં કદાચ આટલી ઉંચાઈ ધરાવતું શિવલિંગ પ્રથમ એવું હશે.કે જેને દુધાભિષેકઅને જલાભિષેક કરી શકાશે.તેના માટે આ શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવી રહ્યો છે.જ્યાંથી શિવભક્ત શિવલિંગની અંદર જઈને દુધાભિષેક કરશેએ.દૂધ પાઇપલાઇન મારફતે ઉપર પહોંચશે.અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થશે.
એ દૂધ વેડફાય નહિ તે માટે એકત્ર કરીને શહેરના જુદા-જુદા અનેક ક્ષેત્રો દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ,મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાઓ,આંગણવાડી,વૃદ્ધાશ્રમ,પ્રસૂતા અને સગર્ભા સ્ત્રીઓને નિશુલ્ક પૂરું પાડવામાં આવશે.શિવલીંગને કરવામાં આવેલ જલાભિષેકના જળ નો પણ પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે શિવલિંગની આજુ-બાજુ ફૂલછોડ વાવીને બગીચાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.અને તેમાં શિવલિંગના જલાભિષેકનું પાણી આપોઆપ પહોંચે.તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ શિવલિંગની નજીકમાં ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ થઇ રહ્યું છે.ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી ઉપર ગંગાજીનો અભિષેક થતો હોય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત હનુમાનજીની ધ્યાનમગ્ન હોય તેવી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે.જો કે મંદિરના નિર્માણ કાર્યમાં વધુ સમય લાગી જશે.પરંતુ શિવલિંગનું લોકાર્પણ મહાશિવરાત્રીના દિવસે કરવાનું આયોજન શ્રમિક યુવાનો એ કર્યું છે.
જુઓ આ વિડીયો