પોરબંદર
આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે.ત્યારે તેઓએ પોરબંદર ખાતે ચાર માસ રોકાણ કર્યું હતું.ને ફ્રેંચ ભાષા શીખી હતી.તેઓ જ્યાં રોકાયા હતા તે ઓરડો આજે પણ યથાવત સ્થિતિ માં રખાયો છે.
યુવાઓનો આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 159 મી જન્મજયંતિ છે.નાની ઉમરમાં જ દેહ ત્યાગ કરનાર સ્વામી વિવેકાનંદે આમ તો દેશ વિદેશમાં પરિભ્રમણ કર્યુ છે.પરંતુ પોરબંદર સાથે તેઓનો નાતો કાઈક અનેરો રહ્યો છે.કારણ કે,તેઓએ પોરબંદરમા એક-બે દિવસ નહી પરંતુ સૌથી વધુ 4 માસ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલના સેક્રેટરી સ્વામી આત્મદિપાનંદજીએ જણાવ્યુ હતુ કે,ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા,ત્યારે ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ સ્થળ પર કે જ્યા ૧૯૯૭ થી વિવેકાનંદ મેમોરીયલ કાર્યરત છે.ત્યાં વિદ્ધાન એડમીનીસ્ટ્રેટર શંકર પાંડુરગ શાસ્ત્રી રહેતા હતા.
જ્યા સ્વામીજી તેઓના અતિથિ તરીકે રહ્યા હતા. શંકર પાંડુરંગ શાસ્ત્રી 14 ભાષાના જાણકાર હતા.તેમની પાસેથી સ્વામી વિવેકાનંદ ફ્રેન્ચ ભાષા શીખ્યા હતા.અને પાણીની મહાભાષ્યનો અભ્યાસ કર્યો હતો.તો સ્વામીજીએ પણ તેમને અથર્વવેદના ભાષાંતરમાં મદદ કરી હતી.સ્વામી વિવેકાનંદે તા.૧-૧૧-૧૮૯૧ ના રોજ ગોપાલલાલજી ની હવેલી ની મુલાકાત લીધી હતી.અને તે સમયે હવેલી ખાતે તેઓ જે પાટ પર બેઠા હતા.તે પાટ પણ બાદ માં હવેલી ખાતે થી આ ઓરડા માં લવાઈ હતી.અને હાલ પણ એ પાટ એ ઓરડા માં જ રખાઈ છે.સ્વામીજી જે ઓરડામાં 4 માસ જેટલો સમય રહ્યા હતા તે પવિત્ર ઓરડાની દેશ વિદેશથી અનેક લોકો મુલાકાત લઈને ધન્યતા નો અનુભવ કરે છે.અહીં આવતા તમામ લોકોને આજે પણ આ ઓરડામાં સ્વામીજી અહીં રહ્યાના વાઈબ્રેશનનો અનુભવ અને પવિત્રતા ની અનુભૂતિ થાય છે.
જુઓ આ વિડીયો