Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લાની સરકારી કચેરીઓ માં અનઅધિકૃત વ્યક્તિઓ ને પ્રવેશ પર પ્રતિબંધ

પોરબંદર

પોરબંદર જીલ્લા ની સરકારી કચેરીઓ માં આવતા અરજદારો સાથે કેટલાક શખ્સો દ્વારા છેતરપિંડી તથા તેઓને ગેરમાર્ગે દોરવાના બનાવો વધ્યા હોવાનું જણાવી જીલ્લા ની સરકારી કચેરીઓ માં અનઅધિકૃત વ્યક્તિઓ ને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

પોરબંદર ના અધિક કલેકટર એમ કે જોશી એ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે જિલ્લા કલેકટર કચેરી, તમામ પ્રાંત કચેરીઓ,તમામ મામલતદાર કચેરીઓ, જિલ્લા પંચાયત કચેરી, તાલુકા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જિલ્લાની નગરપાલિકાઓની કચેરી, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી તથા જિલ્લામાં આવેલ અન્ય તમામ સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.

તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જનતા પોતાના કામ માટે આવતી હોય છે.તાજેતરમાં કેટલાંક બનાવો પરથી આ તમામ કચેરીઓ આસપાસ તથા નજીકના સ્થળે કેટલાંક ઇસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપીંડી આચરીને પૈસા પડાવે છેઅથવા તો ગેરકાયદેસર પ્રવૃતિઓ કરી ઉલટી-સીધી વાતો કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃતિઓ કરી રહ્યા હોવાનું જણાય છે.

આથી આવી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય,કામ કરતા હોય તેવા અગર વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત શખ્શો કે શખ્સો ની ટોળીઓ ના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.અને આ જાહેરનામું તા ૧૦-૩-૨૦૨૨ સુધી અમલમાં રહેશે તેવું પણ જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે