પોરબંદર માં અદાણી ગેસ કંપની ના પાઈપલાઈન ના માલસામાન ની અંદાજે રૂ એક લાખ ની મુદામાલ ની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
એક તરફ પોરબંદર શહેર માં અદાણી કંપની દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડવા પાઈપલાઈન બીછાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ પાઈપલાઈન ના માલસામાન ની ચોરી નો બનાવ સામે આવ્યો છે. જે અંગે કુતિયાણા ના કોટડા ગામે રહેતા અને કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરતા રામભાઈ સામતભાઈ વરુ એ કમલાબાગ પોલીસ મથક માં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા ૪-૭ થી ૯-૭ સુધી ના સમય દરમ્યાન તેઓએ સીતારામ નગર વિસ્તાર માં આવેલ દેવનગર માં રાખેલા અદાણી ગેસ કંપની માંથી ઈશ્યુ થયેલ રૂ ૧,૦૭,૦૧૮ ની કીમત ના ગેસ પાઈપલાઈન ના માલસામાન ની ચોરી થઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.