પોરબંદર
પોરબંદર જીલ્લા માં પડેલ કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકશાન અંગે તાત્કાલિક સર્વે કરવા ભારતીય કિશાન સંઘ દ્વારા કુતિયાણા મામલતદાર ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર ભારતીય કિશાન સંઘ દ્વારા કુતિયાણા મામલતદાર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે સમગ્ર જીલ્લામાં તા. ૭ જાન્યુઆરી ના રોજ ખુબ જ માત્રામાં કમોસમી વરસાદ વરસતા વાવેતરને ખુબ જ ગંભીર નુકસાન થયું છે જેથી જગતનો તાત નિસહાય બની ગયો છે ચોમાસામાં પણ વરસાદ ખેંચાવાથી ચોમાસાની ઉપજ થવા પામી ન હતી જેથી ખેડુતોનો પુરેપુરો મદાર આ શિયાળુ પાક પર હતો ત્યાં જ ત્યારે થયેલ આ ભયંકર માવઠાથી સમગ્ર વિસ્તારના ખેડુતોને ખુબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી જેમ બને એમ ઝડપ થી સર્વે કરી માવઠાના લીધે થયેલ નુકસાનનુ વળતર ત્વરિત જ ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.આવેદન માં કિશાન સંઘના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા સહીતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.