પોરબંદર
પોરબંદરમાં કરુણા અભિયાન શરૂ થયું છે જે અંતર્ગત પક્ષી અભ્યારણયના સ્ટાફ દ્વારા અલગ અલગ શાળાઓ ની મુલાકાત લઇ પક્ષીઓ ના જતન અંગે છાત્રોને જાગૃત કરવામાં આવ્યા હતા.
પોરબંદર ખાતે શિયાળામાં મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ મહેમાન બની આવતા હોય છે.અને ઉત્તરાયણ ના પર્વ દરમ્યાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈંજાગ્રસ્ત થતા હોય છે.અને મોત ને પણ ભેટતા હોય છે.ત્યારે કરુણા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ આ પર્વની ઉજવણી સાથોસાથ પતંગના દોરથી પક્ષીઓ ન ઘવાઈ તે માટે તકેદારી રાખી પ્રકૃતિ અને પક્ષીઓનું જતન થાય તે માટે નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા ની સુચના થી પક્ષી અભયારણ્ય ના આર બી મોઢવાડિયા,મહેન્દ્રભાઈ ચૌહાણ સહીત ની ટીમ દ્વારા અલગ અલગ શાળાઓ માં જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.અને વિદ્યાર્થીઓ ને સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 સુધી પતંગ ન ચગાવવી તેવી અપીલ કરી હતી.અને પતંગના દોરથી પક્ષીઓ કેવી રીતે ઘાયલ થાય અને તેની સારવાર કઈ રીતે થાય તે અંગે થિયેરીકલ માર્ગદર્શન આપ્યું હતું.વિધાર્થીઓએ પણ આ સમય દરમ્યાન પતંગ ન ચગાવવા સંકલ્પ લીધો હતો.
જુઓ આ વિડીયો