પોરબંદર
પોરબંદર ના છાયા માં રહેતા એક વૃદ્ધ છેલ્લા ૨૫ વરસ થી અવિરત સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.
પોરબંદરના છાયા સાંઢિયાવાડ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ સોઢા નામના 70 વર્ષીય વૃદ્ધ છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યા છે.અગાઉ તેઓ નીરમાં ફેક્ટરી માં કામ કરવાની સાથે સાથે આ સેવાયજ્ઞ ની શરુઆત કરી હતી.
જે આજે તેઓએ નિવૃત્તિ ના એક દાયકા બાદ પણ તેઓએ માત્ર જાળવી રાખ્યો નથી પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ નો વિસ્તાર કર્યો છે.તેઓ છેલ્લા 25 વર્ષથી કીડીયારું પૂરે છે.જેમાં તેઓ કીડીના ખોરાક માટે શ્રીફળમાં ઘઉં નો લોટ, ખાંડ નો ભુક્કો, રવો, બિસ્કિટનો ભુક્કો, ચોખાનો ભુક્કો, તેલ મિક્સ કરી શ્રીફળ ભરીને અંતરિયાળ વિસ્તારોમાં જઈને આ શ્રીફળ મૂકી આવે છે.
મહત્વની વાત એ છે કે આ વૃદ્ધ સાયકલ ચલાવીને આ સેવાયજ્ઞ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર શ્રીફળમાં કીડી માટે ખોરાક ભરી અંતરિયાળ ખાણ વિસ્તારોમાં મૂકી આવેલ છે.ગઈ કાલે પણ તેમના દ્વારા ૨૫૦ જેટલા શ્રીફળ બનાવી અને અલગ અલગ વિસ્તાર માં મુકવામાં આવ્યા હતા.આ ઉપરાંત ચંદુભાઈ દરરોજ પક્ષીઓને ચણ અને પક્ષીઓ માટે દરરોજ પાણીના પાત્રોમાં 50 લીટર પાણી ભરી ભગીરથ સેવા કરે છે.
તેઓ છેલ્લા 45 વર્ષથી ધૂન મંડળ પણ ચલાવે છે. સારા માઠા પ્રસંગોમાં જય સિયારામ ધૂન મંડળ ના માધ્યમથી ધૂન માટે જાય છે.અને એકપણ રૂપિયો ધૂન બોલવાનો લેતા નથી.ઉપરાંત વિવિધ શુભ પ્રસંગોમા ભોજન વધ્યું હોઈ ત્યાંથી રીક્ષા મારફત ભોજન લાવી ગરીબ અને અશક્ત એવા ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.
જુઓ આ વિડીયો