પોરબંદર
વિશ્વ ની સૌથી મોટી ગણાતી માછલી શાર્ક ની પ્રજાતિ હાલ વિલુપ્ત થવાના આરે છે.ત્યારે તેના સંરક્ષણ માટે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.જેમાં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ સંસ્થા દ્વારા પોરબંદર નજીક આવેલ નવી બંદર ના દરિયા માં ફિશિંગ દરમ્યાન ટ્રોલ નેટ માં આવતા બાયકેચ માં શાર્ક પ્રજાતિ ના બચ્ચા ને અટકાવવા સંશોધન હાથ ધરાયું હતું.
વ્હેલ શાર્ક માછલી દુનિયાની સૌથી મોટી અને 70 થી 100 વર્ષ આયુષ્ય હોય છે.તે ઓક્ટો થી માર્ચમાં નિયમિત રીતે ખોરાક મેળવવા અને બચ્ચાંઓને જન્મ આપવા પોરબંદર-દ્વારકા થી માંગરોળ, સોમનાથ અને સુત્રાપાડાના દરિયામાં પ્રતિવર્ષ આવે છે.આ માછલીને વનવિભાગની એક્ટ હેઠળ રક્ષણ પણ આપવામાં આવેલ છે.જેમ વનનો રાજા સિંહ છે તેમ વ્હેલ શાર્ક સમંદરનો રાજા માનવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે વ્હેલ શાર્કની ઘટી રહેલી વસ્તીને કારણે તેના સંરક્ષણ કાર્ય યોજનાઓ બનાવવી જરૂરી છે.દેશ ની અગ્રણી સરક્ષણ સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ છેલ્લા ૫૦ વર્ષ થી દેશ નાં અલગ અલગ રાજ્યો માં વિવિધ સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે.ત્યારે ગુજરાત રાજ્ય ના સૌથી મોટા બે બંદરો વેરાવળ તેમજ પોરબંદર માં ટ્રોલ નેટ માં આવતા બાયકેચ માં શાર્ક પ્રજાતિ ના બચ્ચા ને અટકવવા શાર્ક પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે.
ત્યારે ગઈ કાલે પોરબંદર ના નવી બંદર નજીક ના દરિયા માં ડબ્લ્યુ ડબ્લ્યુ એફ-ઇન્ડિયા ના સ્ટેટ પ્રોજેક્ટ અધિકારી ધવલ જુંગી ના માર્ગદર્શન હેઠળ ફિશિંગ દરમ્યાન ટ્રોલ નેટ માં આવતા બાયકેચ માં શાર્ક પ્રજાતિ ના બચ્ચા ને અટકાવવા સંશોધન હાથ ધરાયું હતું.આ તકે ધવલ જુંગી એ જણાવ્યું હતું કે શાર્ક એ દરિયાઈ જીવ સૃષ્ટિ ની સૌથી મોટી અને સર્વોચ્ય શિકારી માછલી છે.અને તે ડાઈનોસોર કરતા પણ પહેલા થી થી અસ્તીત્વ ધરાવે છે.જે દરિયાઈ જીવસૃષ્ટિ નું સંતુલન જાળવવા માટે એક બેલેન્સર ની ભૂમિકા ભજવે છે.
નોર્થ વેસ્ટ કોસ્ટ માં શાર્ક ની જે વધુ માં વધુ મોટી સાઈઝ જોવા મળતી હતી તે હાલ માં મળતી નથી. જેનું મુખ્ય કારણ એ છે કે તેની સંખ્યા માં દિવસે ને દિવસે ધટાડો થઈ રહ્યો છે.ગુજરાત ની વાત કરીએ તો ૨૦૧૭ માં ૩૮ પ્રજાતિ રેકોર્ડ થયેલ હતી.જોકે, જેમાં થી ઘટી ને તેની સંસ્થા ના ૨ વર્ષ ના સંશોધન માં એટલે કે ૨૦૨૦ સુધી માં ૩૧ પ્રજાતિ જોવા મળી છે.જેના આધારે કહી શકાય કે આ પ્રજાતિ માં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે.
તેથી આગળ ના દિવસો માં આ પરિસ્થિતિ વધુ ગંભીર ના બને અને ડાયનાસોર ની જેમ આપણે શાર્ક ને પણ મ્યુઝિયમ માં નિહાળવી ના પડે તેથી ડબ્લ્યુ ડબ્લ્યુ એફ ઇન્ડિયા દ્વારા એક બાયકેચ રિડકશન ડીવાઈસ બનાવવામાં આવ્યું છે.જે બાયકેચ માં આવતા શાર્ક પ્રજાતિ ના બચ્ચા ને અટકવવા માં મદદ કરશે.જેનું સફળ પરીક્ષણ નવી બંદર ના દરિયા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.આ ડીવાઈસ માછલી ની જાળ સાથે જ લગાવવાનું હોય છે.જેનાથી ફિશિંગ દરમ્યાન શાર્ક માછલીઓ ના બચ્ચા ને માછીમારો ની જાળ માં આવતા અટકાવી શકાય અને તેનું સંવર્ધન થઇ શકે.
જુઓ આ વિડીયો