પોરબંદર
રાજ્ય ના જાણીતા વ્યાકરણશાસ્ત્રી અને વિદ્વાન એવા સ્વ કે કા શાસ્ત્રી વિશે આમ તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમનો જન્મ કુતિયાણા ના નાના એવા પસવારી ગામે થયો હતો તે અંગે મોટા ભાગ ના લોકો અજાણ છે આ અંગે માહિતી આપતા પસવારી ગામે રહેતા રીધેશભાઈ ભાટુ એ જણાવ્યું હતું કે 28 જુલાઈ 1905 નારોજ કેશવરામ કાશીરામ શાસ્ત્રી(બાંભણીયા) નો જન્મ પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના પસવારી ગામમાં થયો હતો. જેના પર પસવારી ગામની સાથે સાથે આખુ ગુજરાત પણ ગર્વ લઈ શકે આ એક એવી વ્યક્તિ હતી કે જેસંશોધન, સાહિત્ય, સમાજ, રાજકીય,આવા અનેક ક્ષેત્રોમાં દાયકાઓ સુધી સંકડાયેલ રહેલા. તેમના પિતાનું નામ કાશીરામ કરશનજી શાસ્ત્રી અને માતાનું નામ દેવકી બહેન અને પત્નીનું નામ પાર્વતી બહેન. શાસ્ત્રીજીએ પ્રાથમિક શિક્ષણ માંગરોળ માં પુરુ કર્યુ હતું અને ત્યાર પછી 1922 માં રાજકોટ થી મેટ્રિક ની પરિક્ષા પાસ કરી હતી. 11 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી એ તેમના પિતાશ્રી પાસેથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું, કાવ્યશાસ્ત્રમાં પ્રથમ અને દ્રિતીયા, પુરાણમાં પ્રથમાં અને દ્રિતીયા, બૌદ્ધ પાલીમાં પણ પ્રથમ અને દ્રિતીયા પરીક્ષાઓ ઉતિર્ણ કરી દીધી હતી,મુંબઈમાં થોડા સમય રહીને હસ્થ લીખીત ગ્રંથોની મુદ્રણક્ષમ નકલો બનાવી અને પ્રૂફ રિડિંગની તાલીમ પણ મેળવી. નાની ઉંમરથી જ અધ્યાત્મ સાથે સંકડાયેલ રહેલા શાસ્ત્રીજીએ તેમના પિતાજીએ જે શાળામાં સેવાઓ આપી હતી ત્યાંજ શાસ્ત્રીજીએ પણ 58 વર્ષ સેવાઓ આપી અને પછી અમદાવાદ ને જ કર્મભુમિ બનાવી લીધી, અમદાવાદ માં પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી ચાલુ કરી અને પછી શાસ્ત્રીજી હિરાલાલ પારેખના સહયોગથી ગુજરાત વિદ્યાસભામાં જોડાયા. થોડા સમય બાદ વધારાના કામ તરીકે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવન માં એમ.એ. ના વિદ્યાર્થીઓ ને મધ્યકાલીન સાહિત્યનો ઈતિહાસ ભણાવવાનું ચાલુ કર્યુ. અને કવિશ્રી ઉમાશંકર જોષી નિવૃત થતા જ માત્ર મેટ્રિકેટ થયેલા શાસ્ત્રીજી ત્યાં ભાષાભવન માં પ્રોફેસર તરીકે નીયુક્ત થયા. અને PHD ના ગાઈડ તરીકે પણ માન્યતા મળી જેના સદ્દભાગ્યે 16 થી પણ વધારે વિદ્યાર્થીઓને PHD ની પદવી મેળવાનું સોભાગ્ય મળ્યું. આમ સંશોધક અને અધ્યાપક તરીકે ભો.જે. વિદ્યાભવન, લાલભાઈ દલપતભાઈ સંસોધન ભવન, પી.ડી.આર્ટસ કોલેજ. ગુજરાતભરના વર્નાકિલર સોસાયટી અને આવા અનેક ક્ષેત્રો સાથે વર્ષો સુધી સંકડાયેલ રહેલા વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા અને ભાષા,સંસ્કૃત,કાવ્યશાસ્ત્ર,લીપી,છંદ,જીવનચરિત્ર,પુરાતાત્વિક વગેરેના સંસોધન ઉપરાંત અનૂવાદન અને મૌલીક સાહિત્યના તેમણે લખેલા પુસ્તકોની સંખ્યા તો 240 થી પણ વધું હશે અને વિવિધ લેખોની સંખ્યાં તો 1500ની આસપાસ છે. તેઓ ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ વિશ્વ હિન્દુ પરીષદના સ્થાપક સભ્ય પણ હતા, આમજ સાહિત્ય,ભાષા,વ્યાકરણ,વગેરે કાર્યો સાથે સંકડાયેલા શાસ્ત્રીજી પુરાતાત્વિક પણ હતા. કચ્છના લખપત તાલુકાના પાટગઢ પાસેના પહાળમાં આવેલી ખાખરા કોડિયાની ગુફાઓ ની શોધ ઈ.સ 1967 માં કરી હતી.શાસ્ત્રીજીને અનેક એવોર્ડ અને પદવીઓ થી સંમાનીત કર્યા હતા.એમને મળેલા પુરસ્કારની વાત કરીએ તો. 1952 માં રણજીતરામ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા હતા, 1966 માં વિદ્યાવાચસ્પતીની પદવી અખીલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી રાષ્ટ્રપતી .રાધાકૃષ્ણના હસ્તે મળેલી. 1966 માં મહામાહિમોપાધ્યાય ની પદવી ભારતની પરિષદ પ્રયોગ તરફથી મળેલી અને 1976 માં પદ્મશ્રી થી ભારત સરકારે પણ નવાજ્યા હતા, 27 જુલાઈ 2004 ના રોજ શાસ્ત્રીજી નું સતાયું વર્ષ પ્રવેસ સમગ્ર ગુજરાતે એક મહાપર્વ તરીકે ઉજવ્યું હતુ. ગુજરાતી સાહિત્યના ચિંતક,રખેવાળ તેમજ ઘડવૈયા પણ કહી શકાય અને વિદ્વાન પંડીત પણ હતા આવા મહાન વ્યક્તિ આખરે 9/9/2006 ના રોજ 102 વર્ષની ઉંમરે શાસ્ત્રીજીનું અમદાવાદ ખાતે અવસાન થયુ. એમની સ્મશાન યાત્રામાં અનેક સંતો મહંતો અને રાજકિય લોકો પણ જોડાયા હતા. આવા મહાન વ્યક્તિને તેમના જન્મદિવસ પર શત શત નમન.
કુતિયાણા ના પસવારી ગામના પનોતા પુત્ર અને રાજ્ય ના જાણીતા વ્યાકરણશાસ્ત્રી અને પ્રખર વિદ્વાન સ્વ કે.કા.શાસ્ત્રી નો આજે જન્મદિવસ:જાણો તેમના વિશે સંપૂર્ણ વિગત આ ખાસ અહેવાલ માં
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print