Saturday, November 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના એસપી ડો પાર્થરાજસિંહ ગોહિલ ની બદલી:નવા એસપી તરીકે ચાર્જ સંભાળતા ડો. રવી મોહન સૈની: જાણો આ બન્ને અધિકારી ની જાણી-અજાણી રસપ્રદ વાતો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર
પોરબંદરના એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલની બદલી થઈ છે અને નવનિયુકત સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એસ.પી. રવિ મોહન સૈનીની નિમણુકં થઈ છે, ત્યારે તેઓ માત્ર ૧૪ વર્ષની ઉંમરે ”કૌન બનેગા કરોડપતિ જુનીયર” માં ૧૫ પ્રશ્નોના જવાબ આપીને ૧ કરોડ રૂપીયાનું ઈનામ જીત્યા હતા. આ અધિકારીએ સવારે જ પોરબંદર આવીને ચાર્જ સંભાળી લીધો છે.
અભ્યાસ પુરો થયે નોકરી કે વ્યવસાયમાં જોડાઈ નસીબ, મહેનત, લગનના જોરે વ્યક્તિ લાખોપતિ, કરોડપતિ બનતા હોય છે પરંતુ તાજેતરમાં જ IPSની બદલીઓમાં રાજકોટ ઝોન–1 ડી.સી.પી. તરીકે થી પોરબંદર ના નવા એસપી તરીકે મુકાયેલા ૩૩ વર્ષીય ડો. રામ મોહન સૈની 14 વર્ષની બાળવયે જ મગજના જોરે કરોડપતિ બની ગયા હતા. ડીસીપી ડો. સૈની કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં 2001માં સૌથી નાનીવયે વિજેતા બનીને એક કરોડનું ઈનામ હાંસલ કર્યું હતું.
ડીસીપી ડો. સૈની 2001માં પોતાની 14 વર્ષની વયે ધોરણ–10ના વિદ્યાર્થી હતા ત્યારે કેબીસી જુનિયરમાં સિલેક્ટ થયા હતા.
અમિતાભ સાથે હોટ સીટ પર એક પછી એક, એક પછી એક પ્રશ્નના સચોટ અને સટીક જવાબો આપીને મંજીલ પાર કરી એક કરોડની રકમનો ચેક મેળવ્યો હતો. 14 વર્ષે જ કરોડપતિ બનેલા રામ મોહન સૈની અભ્યાસ દરમિયાન એમ.બી.બી.એસ.ની પદવી હાંસલ કરીને ડોક્ટર સૈની બની ગયા હતા. જો કે તેઓની મંઝીલ અહીંથી અટકતી ન હોય તેમ યુ.પી.એસ.સી.ની તૈયારીમાં ઝંપલાવી 2013માં ક્લીયર કરી આઈ.પી.એસ. બન્યા હતા. ડો. સૈનીના પિતા નેવીમાં સર્વિસ, ભાઈ એન્જીનીયર અને બહેન શિક્ષીકા હોવાનું જાણવા મળે છે.
કરોડપતિ બનતા પરિવાર માટે કાર ખરીદી હતી, અભ્યાસમાં ખર્ચ કર્યો
સૌથી નાનીવયે કેબીસીમાં એક કરોડની રકમ મેળવનાર રામમોહન સૈનીએ એ રકમમાંથી પરિવાર માટે એક કાર ખરીદ કરી હતી. બાકીની રકમ પરિવારજનોમાં અને પોતાના અભ્યાસ માટે ખર્ચ કરી હતી.
મિત્રોએ સિવિલ સર્વિસ તૈયારીનું કહ્યું અને એક વર્ષમાં થયા પાસ
નાનપણથી જ અભ્યાસમાં અવલ્લ અને સ્કૂલ ટોપર રહેતા રામ મોહન સૈનીને તેમના સહઅધ્યાયી મિત્રોએ એમ.બી.બી.એસ. બન્યા બાદ 2012માં સિવિલ સર્વિસની તૈયારીની સલાહ આપી હતી. મિત્રોની સલાહ અને પરિવારના સહયોગથી સૈનીએ એક વર્ષમાં યુપીએસી ક્લીયર સાથે આઈ.પી.એસ. બની 2014માં ગુજરાત ભરૂચમાં પ્રથમ પોષ્ટીંગ મેળવ્યું હતું.
કેબીસીમાં એન્ટર થવા માટે 40થી વધુ તો કોલ કર્યા હતા
દેવીઓ સજ્જનો કોન બનેગા કરોડપતિ સે મેં અમિતાભ બચ્ચન બોલ રહા હું બચ્ચનનો આ મધુરો અવાજ સાંભળવા પણ લાખો, કરોડો લોકો તલપાપડ હોય છે. એમાય જો એની સાથે કે.બી.સી.મા હોટ સીટ પર બેસવાનો મોકો મળે તો અનેરો આનંદ. સ્પર્ધકને એક કરોડની રોકડ જીત કરતા તો પોતાના આઈકયુ પાવરથી સ્પર્ધામાં વિજેતા બન્યાનો હર્ષ અલગ જ હોય છે. સૈનીએ પણ કેબીસી જુનિયરમાં જવા માટે 13 વર્ષથી વયથી જ મન બનાવ્યું હતું અને સમયાંતરે ચાલીસેક પ્રયાસો બાદ અંતે તેઓને 2001માં ચાન્સ મળ્યો હતો.આમ, પોરબંદરમાં નવનિયુકત એસ.પી. ખૂબ જ હોંશિયાર અને ઉચ્ચકક્ષાનું જનરલ નોલેજ ધરાવે છે ત્યારે તેમની નિમણુંકને પોરબંદરવાસીઓએ પણ આવકારી છે
તો બીજી તરફ પોરબંદર થી બદલી થઇ ને મહેસાણા નો ચાર્જ સંભાળનાર ડો.પાર્થરાજસિંહ ગોહિલે પણ તેમના પોરબંદર ખાતે ના કાર્યકાળ બાદ ઉત્તમ અને નમુનારૂપ કામગીરી કરી છે .તેઓએ પોરબંદર જીલ્લા માં પોલીસ ની એક ખાસ પોઝીટીવ છાપ ઉભી કરી છે.તો સ્ટાફ માં પણ જે ઉત્તમ કામગીરી કરે તેને બિરદાવી અને અવારનવાર પ્રોત્સાહિત કર્યા છે અને પોરબંદર પોલીસ માં ફિટનેસ ચેમ્પ ઓફ ધ મંથ શરુ કરી ને પોલીસકર્મીઓ ની ફિટનેસ જળવાઈ રહે તે માટે પણ તેઓએ ભરપુર પ્રયત્નો કર્યા હતા એ સિવાય એસપી તરીકે નો હોદો હોવા છતાં તેઓ નાના માં નાના વ્યક્તિ સાથે પણ વાતચીત કે વર્તન માં ક્યારેય અધિકારીપણું બતાવ્યું ન હતું અને શહેર ની વિવિધ સંસ્થાઓ સાથે મળી સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સિવાય પણ વિવિધ કામગીરી કરી હતી
સુરેન્દ્રનગરના ડો. પાર્થરાજસિંહ ગોહિલે બાળપણ થી જ કંઈક એવું કરવાનું સ્વપ્ન સેવ્યુ હતું કે, જેથી નોકરી સાથે સાથે લોકોની સેવા પણ કરી શકાય. આમ ધોરણ 12 સાયન્સ સુધી સુરેન્દ્રનગરની દયામય માતા અંગ્રેજી સ્કૂલમાં ભણેલા અને પાર્થરાજસિંહને બાળપણમાં જનરલ નોલેજ અને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો શોખ હતો. પાર્થરાજસિંહે ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને 12માં અંગ્રજી માધ્યમમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમના પિતા નવલસિંહ એન્જિનિયર હતા. પરિવારમાં કોઈએ સિવિલ સર્વિસ પાસ નહોંતી કરી એટલે એ અંગે માહિતી ઓછી હતી, પરંતુ ધોરણ 7માં હતા ત્યારે તેમના મામાએ સિવિલ સર્વિસીસની માહિતી આપી હતી. આમ ધીમે ધીમે રૂચિ વધતી ગઈ 12 ધોરણ બાદ જામનગરની એમ. પી. શાહ કોલેજમાં MBBS કરતા હતા, ત્યારે સાથે સાથે UPSCની તૈયારી કરતા હતા. આથી મુખ્યપ્રવાહની તૈયારીમાં ઓછું ધ્યાન આપી શકતા હતા. કોલેજના છેલ્લા વર્ષના વાઇવાના સમયે શિક્ષકે એક સવાલ કર્યો હતો, પરંતુ UPSCની તૈયારી કરતા હોવાથી તેનો જવાબ ન આપી શક્યા. જો કે શિક્ષકે જે શબ્દો કહ્યા, તે શબ્દો પાર્થરાજસિંહને અસર કરી ગયા હતા. શિક્ષકે કહ્યું હતું કે, જા તું કોઈ ગામડાના મેડિકલ ઓફિસરમાં જ ચાલીશ. આમ આ શબ્દો મોટિવેશન બન્યા અને ડોક્ટરમાંથી IPS બનવાના સ્વપ્નોને સીડી મળી કોલેજમાં તત્કાલીન હેલ્થ કમિશ્નર અમરજીત સિંહજીની મુલાકાત થઇ અને તેઓએ સિવિલ સર્વિસીસની ઘણી માહિતી આપી. 2011માં SPIPAની પરીક્ષા પાસ કરી SPIPAમાં જોડાયા અને UPSCની પરીક્ષા આપી.
આમ 2014માં UPSCનું રિઝલ્ટ આવ્યું ઓલ ઇન્ડિયામાં 126મોં રેન્ક અને ગુજરાતમાં પ્રથમ આવતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી અને 2015માં હૈદરાબાદ ખાતે IPSની ટ્રેનિંગ લીધી. જેમાં ભૂતાન, માલદીવ, નેપાળ અને ભારત એમ 4 દેશોના અધિકારીઓની ટ્રેનિંગ એકસાથે હોય છે. જેમાં પાર્થરાજસિંહ ગોહિલ પરેડ કમાન્ડો હતા અને ભારતના સંરક્ષણ સલાહકાર અજિત દોભાલના હસ્તે (પ્રાઈમ મિનિસ્ટર બેટન ,હોમ મિનિસ્ટ્રી રિવોલ્વર ફોર ધ બેસ્ટ ઓલ રાઉન્ડ રાઉન્ડર આઇપીએસ પ્રોબેશનર અને મહેતા કપ ફોર સ્ટડીઝ )એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ સ્વીકારનાર ગુજરાતના પ્રથમ ઓફિસર પાર્થરાજ સિંહ હતા. જે બાદ ફર્સ્ટ પોસ્ટ ASP તરીકે પાટણમાં અને 28 જુલાઈ 2018થી પોરબંદર ના જિલ્લા અધિક્ષક તરીકે ફરજ બજાવી છે અને હવે તેઓને મહેસાણા ખાતે પોસ્ટીંગ મળ્યું છે
સામાન્ય માણસ ને પણ સાચો ન્યાય મળે તેવી વિચાર ધારા ધરાવતા ડો.પાર્થ રાજસિંહ ની પત્ની પલ્મોનોલોજીસ્ટ ડો. રાજવીબા ગોહિલ (સોલંકી ) સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે, તો હાલ સિવિલ સર્વિસીસની તૈયારી કરતા યુવાનો માટે ડોક્ટર માંથી IPS બનેલા અધિકારી પરથી પ્રેરણા સ્વરૂપ ઉદાહરણ બન્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે