Saturday, November 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કોરોના મુક્ત થયા બાદ ત્રણેય લોકો ના જીવન માં શું થયું પરિવર્તન જાણો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર
દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસ પોરબંદર સુધી પહોંચી ચુક્યો હતો અને શહેર માં ૨૯ એપ્રિલે જ્યોતિબેન ગૌસ્વામી નામના મહિલા નો પોઝીટીવ કેસ નોંધાયા બાદ 1 એપ્રિલે વધુ બે કેસ કે જેમાં જ્યોતિબેન ની પુત્રી સ્વાતીબેન ગૌસ્વામી તથા ઉદ્યોગનગર વિસ્તાર માં રહેતા ભરતભાઈ અમૃતલાલ કાછેલા નામના યુવાન ના રીપોર્ટ પોઝીટીવ આવતા ગાંધીભુમી માં કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને તમામની સારવાર પોરબંદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી જેમાંથી 9 એપ્રિલે જ્યોતિબેન નો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે 1૦ એપ્રિલે જ્યોતિબેન ની પુત્રી સ્વાતિબેન તથા ભરતભાઈ ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તે બન્નેને પણ સિવિલ હોસ્પિટલ માંથી વિદાય આપવામાં આવી હતી.અને ગાંધીભુમી કોરોના મુક્ત બની હતી કોરોના મુક્ત થયા બાદ હાલ માં ત્રણેય લોકો કેવી રીતે જીવન વિતાવે છે અને તેમના જીવન માં શું પરિવર્તન આવ્યું તે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા જાણવા નો પ્રયાસ કર્યો હતો .કોરોના પોઝીટીવ આવ્યા બાદ થી કોરોના મુક્ત થયા સુધી અને કોરોના મુક્ત થયા બાદ હાલ માં અત્યાર સુધી કેવી રહી તેમના જીવન ની સફર જાણો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં
કોરોના મુક્ત થયા બાદ હવે વધુ સાવધાની :જ્યોતિબેન અને સ્વાતિબેન ગૌસ્વામી 

કોરોના મુક્ત થનાર જ્યોતિબેન તથા તેમની પુત્રી સ્વાતી એ એવું જણાવ્યું હતું કે અગાઉ કોરોના વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ ત્યાર બાદ અનુભવ પણ થયો જો કે શરુઆત થી જ તેઓનો પરિવાર ખુબ સાવધાની રાખતો હતો અને તમામ બાબતો ની કાળજી રાખતો હતો પરંતુ તેમ છતાં પ્રથમ માતા અને બાદ માં પુત્રી નો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ઈશ્વર પરની શ્રધ્ધા, પરિવારે આપેલી હિંમત અને ડોકટરોની સારવારથી કોરોનાને હરાવી શક્યાં હોવાનું આ માતા પુત્રી એ જણાવ્યું હતું અને કોરોના મુક્ત થયા બાદ હાલ માં તેઓ ઘર માં પુરતું સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રહ્યા છે તેમજ ઘર માં પણ આખી દિવસ માસ્ક પહેરે છે ઉપરાંત નિયમિત સવારે તેઓ આયુર્વેદિક ઉકાળો બનાવે છે જેનું સમગ્ર પરિવાર સેવન કરે છે જ્યોતિબેને જણાવ્યું હતું કે કોરોના થી ગભરાવાની જરૂર નથી આત્મબળ મજબુત રાખવું અને ઈશ્વર પર ભરોસો રાખવાથી ગમે તેવી મહામારી માંથી બહાર આવી શકાય છે હાલ તો તેમનું ઘર પરિવાર અને આસપાસ નો વિસ્તાર ક્લસ્ટર કોરોન્ટાઈન કરાયો છે જેથી ઘર માં રહી ને તેઓ લોકડાઉન ના તમામ નિયમો નું પાલન કરી રહ્યા છે અને અન્ય લોકો ને પણ અપીલ કરી રહ્યા છે.
પરિવાર નો ખુબ સપોર્ટ
જ્યોતિબેને એવું જણાવ્યું હતું કે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સૌ પ્રથમ તેઓ ચિંતા માં મુકાયા હતા અને આઈસોલેશન વોર્ડ માં પ્રથમ દિવસ ઉચાટ ભર્યો વીત્યો હતો પરંતુ ત્યાર બાદ તેમના પતી રાજેશગીરી અને પરિવારજનો સાથે ફોન પર વાત કર્યા બાદ તેમના માં હિમ્મત આવી હતી અને બાદ માં પરિવાર ના સપોર્ટ ના કારણે તેઓ આટલા દિવસ આઈસોલેશન વોર્ડ માં વિતાવી શક્યા હતા

૧૪ દિવસ સુધીમાં ૫૫૦૦ ઓમ નમઃ શિવાય ના મંત્ર લખ્યા
ધાર્મિક સ્વભાવ ના જ્યોતિબેન નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પણ તેઓ હિમ્મત હાર્યા ન હતા અને આઈસોલેશન વોર્ડ માં દાખલ થયા ત્યારે પોતાની સાથે લાલ પેન અને કોરી બુક સાથે લેતા ગયા હતા અને જેટલા દિવસ સિવિલ હોસ્પિલ ના આઈસોલેશન વોર્ડ માં તેમની સારવાર ચાલી હતી તેટલા દિવસ તેઓ એ વોર્ડ માં રહી ને આખો દિવસ નોટબુક માં ૫૫૦૦ જેટલા ઓમ નમઃ શિવાય ના મંત્ર બુક માં લખ્યા હતા અને સતત તેઓએ મહામૃત્યુંજય ના જાપ જપી ભગવાન નું સ્મરણ કર્યું હતું.
પુત્રી ને પણ કોરોના પોઝીટીવ આવતા જ્યોતિબેન હિમ્મત હારી ગયા
જ્યોતિબેન ને સારવાર માં દાખલ કરાયા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ ના આઈસોલેશન વોર્ડ માં સારવાર લઈ રહ્યા હતા તે દરમ્યાન તેમની પુત્રી ને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો આથી તેને પણ આઈસોલેશન વોર્ડ માં લાવવામાં આવી હતી અત્યાર સુધી મજબુત મનોબળ ટકાવી રાખેલા જ્યોતિબેન તે સમયે ભાંગી પડ્યા હતા અને તેની પુત્રી તેમના જ વોર્ડ માં હોવા છતાં તેઓ પુત્રી ની નજીક જઈ શકતા ન હતા અને આવા કપરા સમયે દીકરી ને વ્હાલ પણ કરી શકતા ન હતા પરંતુ જ્યોતિબેને પુત્રી સ્વાતી ને દુર થી પણ હિમ્મત આપી હતી અને પોતે તેની સાથે જ હોવાનું જણાવ્યું હતું
માતા ના સહારે કોરોના ને મહાત કર્યો :સ્વાતીબેન ગૌસ્વામી
માતા જ્યોતિબેન બાદ તેમની પુત્રી સ્વાતીબેન ને પણ કોરોના પોઝીટીવ આવતા તે પણ હિમ્મત હારી ગઈ હતી અને માતા જ્યાં હતા તે સિવિલ ના આઈસોલેશન વોર્ડ માં દાખલ થયા બાદ તેની નજર સામે જ માતા હોવા છતાં તેની નજીક પણ જઈ શકતા ન હતા પરંતુ દુર રહી ને પણ માતા એ હિમ્મત અને હુંફ પૂરી પાડતા સ્વાતીબેને પણ કોરોના ને પરાસ્ત કર્યો હતો

ડોકટરો એ આપેલ સુચના નું ગંભીરતા થી પાલન કરવાથી કોરોના મુક્ત થઇ શકાય –ભરતભાઈ કાછેલા
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તાર માં રહેતા ભરતભાઈ કાછેલા દુબઈથી આવ્યા બાદ તબીબી સારવાર દરમ્યાન કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવસિંહજી હોસ્પિટલ આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ હતી ને બાદ માં કોરોના મુક્ત જાહેર થયા હતા ભરતભાઈ એ જણાવ્યું હતું કે રીપોર્ટ પોઝીટીવ આવેતો ગભરાવાની જરૂર નથી તમે ડોક્ટરો ના નિયમો અનુસાર ચાલશો એટલે સો ટકા સારું થઈ જશે સાથે સાથે સરકારનાં નિતિનીયમો નું પાલન પણ કરવા તેઓએ અપીલ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે આજે તેઓ સપુણઁપણે તંદુરસ્ત છે હવે કોઈ તકલીફ નથી કોરોના મુક્ત થયા બાદ હવે ઘર માં દરેક જાતની તકેદારી રાખવામાં આવે છે જેમાં ઘર ના દરેક સભ્યો સોશ્યલ ડીસ્ટનસ નું પાલન કરે છે દરેક ના નેપકીન અલગ છે રસોઈ ના વાસણ પણ અલગ છે અને ઘર ના દરેક સભ્યો ઘર માં પણ માસ્ક પહેરી રાખે છે ભરતભાઈ એ એવું પણ જણાવ્યું હતું કે હાલ માં મહામારી ના સમય માં ઈશ્વર નું બીજું કોઈ સ્વરૂપ હોય તો તે ડોક્ટર અને તેમનો નર્સિંગ સ્ટાફ છે આથી દેશમાં ડોક્ટરો. નસિઁગ સ્ટાફ અને પોલીસ પર જે હુમલાઓ થાય છે અને જે લોકો આવાં ગુનાહીત કૃત્યો કરેછે તેને સખ્ત સજા થવી જોઈએ.
દુબઈ થી આવ્યા બાદ કોઈ પણ લક્ષણો ન હોવા છતાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો
ભરતભાઈ કાછેલા દુબઈ થી આવ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ જ હતા તેમને કોઈ બીમારી ના લક્ષણો જણાતા ન હતા પરંતુ તેઓ વિદેશ થી આવ્યા હોવાથી આરોગ્ય વિભાગે તેમનો સંપર્ક કરી અને તેમના સ્વોબ સેમ્પલ જામનગર ની લેબ ખાતે મોકલ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવતા ભરતભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે કોઈ પણ પ્રકાર ની બીમારી ના લક્ષણો ન હોવા છતાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
મજબુત આત્મબળ ના સહારે આઈસોલેશન વોર્ડ માં દિવસો વિતાવ્યા
ભરતભાઈ નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને સિવિલ હોસ્પિટલ ના આઈસોલેશન વોર્ડ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પુરુષો ના વોર્ડ માં તેઓ એક માત્ર પેશન્ટ હતા આથી ૧૨ દિવસ તેઓએ સાવ એકલા વિતાવ્યા હતા.પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં તેઓએ એવું જણાવ્યું છે કે જેટલો ભય કોરોના નો ન હતો તેનાથી વધારે ભય એકલતા નો હતો કારણ કે આખા વોર્ડ માં તેઓ એકલા કોઈ સગા સબંધી અંદર આવી ન સકે કે પોતે બહાર જઈ ન શકે આવી સ્થિતિ માં એક એક દિવસ વિતાવવો ખુબ મુશ્કેલ હતો પરંતુ પોતાના મજબુત આત્મબળ ના સહારે તેઓએ આઈસોલેશન વોર્ડ માં દિવસ વિતાવ્યા હતા
મોબાઈલ એક માત્ર સહારો
આઈસોલેશન વોર્ડ માં સમય પસાર કરવા માટે તેઓ પાસે કોઈ સાધન ન હતું કે કોઈ પ્રવૃત્તિ પણ ન હતી એક માત્ર મોબાઈલ જ તેમનો સહારો બન્યો હતો મોબાઈલ ના કારણે તેઓ બંધ ઓરડા માં પણ દેશ અને દુનિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અનેસમય પસાર કરવા માં મોબાઈલે મહત્વ નો ભાગ ભજવ્યો હતો
સિવિલ હોસ્પિટલ સ્ટાફ ની ખુબ ઉત્તમ સાર સંભાળ
ભરતભાઈ એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું પણ જણાવ્યું હતું કે આઈસોલેશન વોર્ડ માં સિવિલ હોસ્પિટલ ના તમામ સ્ટાફ ડોકટરો વગેરે એ તેમની ખુબ સાર સંભાળ લીધી હતી જેના માટે તેઓએ સમગ્ર ભાવસિંહજી હોસ્પીટલના સ્ટાફ ,ડોક્ટર ગણ, નસિઁગ સ્ટાફ તેમજ સૌથી અગત્યનો સફાઈ કમઁચારીઓનો સ્ટાફ તે બધાનો હૃદય ના અંતઃકરણ થી આભાર માન્યો હતો અને કોઈ બહેન તેમને દરરોજ તુલસી ના પાન આપી જતા હતા તેનો પણ તેઓએ આભાર માન્યો છે અને લોકોને પણ તેઓએ અપીલ કરી છે કે રીપોર્ટ પોઝીટીવ આવેતો પણ ગભરાવાની જરૂર નથી તમે ડોક્ટર ના નિયમો અનુસાર ચાલશો એટલે સો ટકા સારું થઈ જશે સાથે સાથે સરકારનાં નિતિનીયમો નું પાલન પણ કરવા અપીલ કરી છે.
કોરોના મુક્ત થયા બાદ દિવસ માં ત્રણ વખત ઉકાળા નું સેવન
કોરોના થી મુક્ત થયા બાદ ભરતભાઈ નિયમિત રીતે દિવસ માં ત્રણ વખત આયુર્વેદિક ઉકાળા નું સેવન કરી રહ્યા છે અને ભરતભાઈ ઉપરાંત તેમનો સમગ્ર પરિવાર આ ઉકાળા નું સેવન કરે છે તેમજ ઘર માં પણ તેઓ હમેશા માસ્ક પહેરી રાખે છે તેમજ પરિવાર સાથે પણ તેઓ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખે છે
વહેલી તકે તેમના વિસ્તાર ને ક્લસ્ટર ક્વોરાનટાઈન ઝોન માં થી મુક્તિ મળે તેવી તંત્ર ને કરી અપીલ
ભરતભાઈ એ જીલ્લા વહીવટીતંત્ર ને અપીલ કરતા જણાવ્યું હતું કે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો હતો અને ક્લસ્ટર ક્વોરાનટાઈન ઝોન જાહેર કરાયો હતો જેને નિયત કરેલા ૧૪ દિવસ થઇ ગયા હોવાથી હવે તેમના વિસ્તાર ને ક્લસ્ટર ક્વોરાનટાઈન ઝોન માંથી મુક્તિ આપવા અપીલ કરી છે જો કે આ અંગે આરોગ્ય અધિકારી એ એવું જણાવ્યું હતું કે ક્લસ્ટર ક્વોરાનટાઈન ઝોન માંથી મુક્તિ માટે એક કમિટી હોય છે જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત વહીવટીતંત્ર ના ઉચ્ચ અધિકારીઓ નો પણ સમાવેશ થાય છે તે કમિટી ના નિર્ણય બાદ જ કોઈ પણ વિસ્તાર ને ક્લસ્ટર ક્વોરાનટાઈન ઝોન માંથી મુક્તિ મળી સકે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે