પોરબંદર
માં ભારતીના સંતાનો હંમેશા દેશને ગૌરવ થાય એવું જ કાર્ય કરતા આવ્યા છે. સરહદ પર માંભોમની સેવાની આખી જિંદગી દુશ્મનોથી દેશને રક્ષણ આપવા જાનની પરવા કર્યા વગર ઝઝૂમનાર આપણા ફૌજી ભાઈઓની રાષ્ટ્ર સેવા નિવૃત્તિ પછી પણ અટકતી નથી હાકલ પડે કે ના પાડે તેના તન અને મન માં રાષ્ટ્ર સેવા હંમેશા ટપકતી રહે છે. વાત પોરબંદરના ૫૦ માજી સૈનિકોની છે કે જે કોરોનાની મહામારીના લોક ડાઉનલોડમા પોતાની નિવૃત્તિ પછીની આજીવિકા ની નોકરી કરી બાકીનો સમય પરિવારના બદલે પોલીસની સાથે રહીને જનતાની સેવામાં સમર્પિત કરે છે. ગુજરાત નિવૃત્ત પોરબંદરના એટેક માજી સૈનિક સંગઠનના ૫૦ જેટલા સભ્યો કોરોના મહામારીની સ્થિતિમા લોકડાઉન સંદર્ભે દેશને મદદરૂપ થવાના ઇરાદા સાથે નિસ્વાર્થ ભાવે પોલીસ તંત્ર સાથે જોડાઇને પોતાની નોકરી બાદના સમયમા શહેરના કમલાબાગ, કીર્તિ મંદિર, રાણાવાવ, માધવપુર સહિતના પોલીસ મથક હસ્તકના વિસ્તારોમા ફરજ બજાવી દેશને મદદરૂપ થઇ રહ્યા છે. માજી સૈનિકોની આ પ્રરણાદાયી કામગીરીની ઠેરઠેર પ્રશંસા થઇ રહી છે.
એટેક માજી સૈનિક સંગઠનના ઉપ પ્રમુખ હરદેવસિંહ વાળાએ કહ્યુ કે દેશની સરહદ પર તૈનાત જવાનો રાષ્ટ્ર સેવા માટે હંમેશા તત્પર હોય છે. દેશ ઉપર કુદરતી કે માનવ સર્જીત આપત્તિ આવે ત્યારે સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર જેમ રાષ્ટ્રસેવા કરે તેમ જ માજી સૈનિકો પણ કોઇપણ સમયે પ્રશાસનને મદદ પુરી પાડવા તૈયાર રહેતા હોય છે. અત્યારે દેશ અને દુનિયા જ્યારે કોરોના મહામારીના સંકટમાથી પસાર થઇ રહી છે ત્યારે સમાજને ઉપયોગી થવાનો મહત્વનો સમય છે. કોરોના મહામારીના સંકટના વાદળો દેશમાથી દૂર થાય અને આપણે ફરી પાછા ચિંતા મૂક્ત બની સામાન્ય જીવન પસાર કરી શકીએ તે હેતુથી અમારા એટેક માજી સૈનિક સંગઠનના પ્રમુખ પોપટભાઇ કારાવદરા સહિત સંગઠનના ૫૦ મિત્રો પોતાની નોકરીના સમય બાદ જિલ્લાના વિવિધ પોલીસ મથક હસ્તકના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહીને નિસ્વાર્થ ભાવે ફરજ બજાવે છે. વાળાએ કહ્યુ કે, હું ફિશરિઝ કચેરીમાં ફરજ બજાવુ છું. દરરોજ મારી નોકરીના સમય બાદ કોરોના મહામારી સંદર્ભે લોકોને મદદરૂપ થવા પોલીસ સાથે ફરજ બજાવુ છું.
સંગઠન મંત્રી તરૂણભાઇ ગોહીલે કહ્યુ કે, મે ૧૫ વર્ષ સુધી ભારતીય સેનામાં નોકરી કરી છે. નિવૃત થયા પછી પણ પ્રવૃત રહીને દેશના વિકાસમાં પોતાનુ યોગદાન મળી રહે અને રાષ્ટ્ર પર કોઇ આપત્તિ આવે ત્યારે પ્રથમ દેશ સેવા માટે હું સંગઠનના માજી સૈનિક મિત્રો સાથે જોડાઇને કામ કરવા તૈયાર રહુ છું. અત્યારે કોરોના મહામારીના કારણે પોરબંદર જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરાયુ છે. ત્યારે લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરે તથા સમાજમાં કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ ન આવે તે માટે જિલ્લા વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસતંત્ર ખુબ જ ગંભીરતાથી કામ કરી રહ્યુ છે ત્યારે અમારી પણ નૈતિક ફરજ બને છે કે, લોકડાઉનની અમલવારી સારી રીતે થાય તથા લોકો અને પોલીસને પોતાનો સહયોગ આપવા અમારા સંગઠનના ૫૦ સભ્યો નોકરી પૂર્ણ કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર સાથે જોડાઇને પોતાના સમયની અનુકૂળતા મુજબ કોરોનાને હરાવવા કામ કરી રહ્યા છે.
એટેક માજી સૈનિક સંગઠનના પ્રમુખ પોપટભાઇ કારાવદરા ફિશરીઝ કચેરીમાં ફરજ બજાવે છે. પોતાની નોકરી પુર્ણ કર્યા બાદ પોપટભાઇ દરરોજ બપોરે ૩ થી સાંજે ૧૧ કલાક સુધી છાંયા રતનપર ચોકડી ખાતે સેવા આપીને કોરોના મહામારી જંગ સામે લડી રહેલા પોરબંદરને મદદરૂપ થઇ રહ્યા છે.
આમ પોરબંદરના ૫૦ જેટલા માજી સૈનિકો લોકડાઉનની સ્થિતિમાં નિસ્વાર્થ ભાવે જિલ્લાતંત્ર સાથે જોડાઇને સેવા આપી રહ્યા છે. જે લોકો માટે પ્રેરણારૂપ છે.
બીગ સેલ્યુટ :સેનામાં હતા ત્યારે માં ભોમની અને હવે લોકડાઉનમા જનતાની સેવા કરતા પોરબંદરના ૫૦ માજી સૈનિકો
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print