પોરબંદર
હાલ લોકડાઉન ને લઇ ને મોટા ભાગ ના લોકો ના ધંધા રોજગાર ઠપ્પ છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગ આર્થીક બાબતે ચિંતા અનુભવી રહ્યો છે ત્યારે પોરબંદર ની એક શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી એ દિલેરી બતાવી અને પોતાની શાળા ના કેજી થી ધો 8 સુધી ના તમામ વિદ્યાર્થીઓ ની ત્રણ માસ ની ફી માફ કરી દીધી છે.આ નિર્ણય ને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે
પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા અક્ષર વિદ્યામંદિર દ્વારા કોરોના મહામારી કારણે લોકડાઉનની સ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોય શાળાના કે.જી. થી ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓની માર્ચ, એપ્રિલ, મે ત્રણ માસની સંપૂર્ણ ફી માફીનો નિર્ણય શાળાના સંચાલક મોહનભાઈ મોઢવાડિયા દ્વારા લેવાયો છે. જે વિધાર્થીઓએ ફી ભરી દીધેલ છે તેઓને પણ ફી પરત આપવામાં આવશે. અક્ષર વિદ્યામંદિરના તમામ ૩૨૪ વિધાર્થીઓની રૂપિયા ૨ લાખથી વધુ રકમની ફી માફ કરવાનો ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં શાળાના ફી માફીના નિર્ણયને સર્વ વાલીઓએ સહર્ષ આવકાર્યો હતો.
આ તકે અક્ષર વિદ્યામંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને નોનગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના પ્રમુખ મોહનભાઈ મોઢવાડિયા દ્વારા અન્ય સ્વનિર્ભર ખાનગી શાળાઓ ને પણ હાલના કપરા સંજોગોમાં ફી માફ કરવા અપીલ કરી છે.મોહનભાઈ ના આ નિર્ણય ને વાલીઓ એ પણ બિરદાવ્યો છે .મોહનભાઈ જેવી જ દિલેરી અન્ય ખાનગી શાળા સંચાલકો પણ બતાવે તેવી પણ શહેર ની અન્ય શાળાઓ માં અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ એ માંગ કરી છે.
દિલેરી:પોરબંદર ની શાળા નું પ્રેરણાદાયી કાર્ય:તમામ વિધાર્થીઓની ત્રણ માસની ફી માફ:જાણો સંપૂર્ણ વિગત
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print